બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠામાં હિટ એન્ડ રન, રાહદારીનું માથું ફાડી નાખ્યું, દમણમાં બસચાલકે સ્કૂટી ઢસડી, બેનાં મોત

અકસ્માત / બનાસકાંઠામાં હિટ એન્ડ રન, રાહદારીનું માથું ફાડી નાખ્યું, દમણમાં બસચાલકે સ્કૂટી ઢસડી, બેનાં મોત

Last Updated: 12:10 PM, 2 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વાહન ચાલકો દ્વારા બેફામ વાહન હંકારવાનાં કારણે અકસ્માતનાં બનાવ બની રહ્યા છે. અકસ્માતની બે ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

રાજ્યમાં સર્જાતા માર્ગ અકસ્માતમાં દર વર્ષે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. બનાસકાંઠાનાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર એક અજાણ્યા રાહદારીને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક માર્ગ અકસ્માતમાં બે લોકોનાં મોત નિપજ્યા હતા.

રાહદારીનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું

બનાસકાંઠાનાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર ભરકાવાડા પાટીયા પાસે હીટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. માર્ગ પરથી પસાર થઈ રહેલ વાહન ચાલકને અજાણ્યા વાહન ચાલક દ્વારા ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.ત્યારે વાહનની ટક્કર વાગતા બે લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. આ સમગ્ર મામલે છાપી પોલીસે ઘટનાં સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

પરિવારજનોમાં શોકનો માહોલ

બનાસકાંઠામાં માર્ગ અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. આ બાબતની જાણ યુવકનાં પરિવારજનોને થતા પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા હાઈવે પર લગાવેલ સીસીટીવીનાં આધારે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

વધુ વાંચોઃ 'હવે ઘરેલું હિંસાના કેસમાં વોઇસ રેકોર્ડિંગ પુરાવો ગણાશે', ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો

પોલીસે બસ ચાલકની અટકાયત કરી

જ્યારે વલસાડનાં દમણમાં માર્ગ અકસ્માત થયો હતો. જેમાં બસ ચાલકે સ્કૂટી ચાલકને અડફેટે લેતા સ્કૂટી પર સવાર બે લોકોનાં કરૂણ મોત થયા હતા. બચ ચાલક દ્વારા પુર ઝડપે બસ દોડાવી સ્કૂટીને અડપેટે લેતા ઘટનામાં 2 લોકોનાં કરુણ મોત થયા હતા. બસ ચાલક દ્વારા સ્કૂટી ચાલકોને અડફેટે લીધા બાદ બસ દોડાવી દૂર સૂધી ઢસડ્યા હતા. આ સમગ્ર મામલે દમણ પોલીસે અકસ્માત સર્જનાર બસ ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Palanpur accident Heat and run Banaskantha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ