બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના ફ્લેટમાં એકીસાથે ચાર લોકો કેવી રીતે મર્યાં? ડેપ્યુટી કમિશનરે કર્યો મોટો ખુલાસો
Last Updated: 06:29 PM, 15 June 2024
ગુજરાતના સુરતમાં 4 લોકોના મોતે રહસ્ય જગાવ્યું છે. સુરતના જહાંગીરપુરા રાજન રેસિડેન્સીમાં શનિવારે સવારે એકીસાથે 4 લોકોની લાશ મળતાં હડકંપ મચ્યો હતો. મૃતકોમાં ફ્લેટના માલિક જસુબેન વાઢેલ, તેની બહેન શાંતાબેન વાઢેલ (53), ગૌરીબેન મેવાર (55) અને ગૌરીબેનના પતિ હીરાભાઈ સામેલ છે.
ADVERTISEMENT
ચાર લોકોના મોતનું શું કારણ?
આ ચાર લોકોના મોતનું કારણ પણ સામે આવ્યું છે. નવભારત ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) આરપી બારોટે કહ્યું કે ગેસથી ચાલતું ગીઝર ચાલુ રાખવાથી ગૂંગળામણને કારણે મૃત્યુની આશંકા પ્રાથમિક દૃષ્ટિએ છે. જોકે, મૃત્યુનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે પોલીસને સવારે 9 વાગ્યાની આસપાસ મૃતદેહોની માહિતી મળી હતી. સુરત ડીસીપી બારોટે જણાવ્યું હતું કે ફ્લેટના માલિક જસુબેન વાઢેલ, તેની બહેન શાંતાબેન વાઢેલ (53), ગૌરીબેન મેવાર (55) અને ગૌરીબેનના પતિ હીરાભાઈ (60)ના મૃતદેહ એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યા હતા. ડીસીપીએ કહ્યું કે આ ચાર લોકો શુક્રવારે રાત્રે લગભગ 10 વાગે સુઈ ગયા હતા. જસુબેનનો પુત્ર શનિવારે સવારે 8 વાગ્યાની આસપાસ મળવા આવ્યો હતો ત્યારે ચાર જણાંને બેભાન જોતા પોલીસને જાણ કરી હતી.
ADVERTISEMENT
પીડિતોને ઉલટી થઈ
આરપી બારોટે કહ્યું કે પીડિતોને ઉલ્ટી થઈ હતી. ઘટનાસ્થળેથી સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જો કે મૃત્યુનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પીડિતોનું મોત ગૂંગળામણને કારણે થયું હોવાની આશંકા છે કારણ કે ત્યાં ગેસથી ચાલતું ગીઝર ચાલુ હતું. બારોટે જણાવ્યું હતું કે આત્મહત્યાની શક્યતા ઓછી છે, પરંતુ પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
ગેસ ગીઝર ઘાતક
ડીસીપીની વાતમાં તથ્ય હોવાનું લાગી રહ્યું છે કારણ કે ગેસ ગીઝરથી મોતની ઘટના નવી નથી. રાતે સુતી વખતે ગેસ ગીઝરની ગૂંગળામણ થતી હોય છે અને આવા કિસ્સામાં જીવ પણ જઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT