બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ગોંડલમાં ચકચારી હનીટ્રેપ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પદ્મિનીબા સહિત 4ની ધરપકડ

ગોંડલ / ગોંડલમાં ચકચારી હનીટ્રેપ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પદ્મિનીબા સહિત 4ની ધરપકડ

Last Updated: 09:49 AM, 20 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસે પદ્મિનીબા ઉપરાંત સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા, અને હિરેન દેવડીયાની ધરપકડ કરી છે. આરોપ છે કે આ લોકોએ રમેશ અમરેલીયા નામના 60 વર્ષીય વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયાની માગ કરી હતી.

ગોંડલમાં ચકચારી હનીટ્રેપ કેસમાં પોલીસ એક્શનમાં આવી છે.. પોલીસે પદ્મિનીબા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. જો કે મુખ્ય આરોપી તેજલ છૈયા પોલીસ પકડથી દૂર છે.. પોલીસે પદ્મિનીબા ઉપરાંત સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા,
અને હિરેન દેવડીયાની ધરપકડ કરી છે. આરોપ છે કે આ લોકોએ રમેશ અમરેલીયા નામના 60 વર્ષીય વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયાની માગ કરી હતી. ગોંડલ પોલીસે પદ્મિનીબા વાળાની સખ્ત પૂછપરછ શરૂ કરી છે.

તેજલ છૈયા નામની યુવતી દ્વારા ગોંડલના 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવવામાં આવ્યો હતો. આરોપીઓએ આ વ્યક્તિને અવાર નવાર વીડીયો કોલ તથા વોટ્સઅપ કોલથી વાતચીત કરી હતી. આ યુવતીએ વીડિયો કોલમાં પોતાના શરીરનો કેટલોક ભાગ બતાવી આ વ્યક્તિને ફસાવ્યો હતો. ત્યાર બાદ તેની સામે બળજબરી પૂર્વક પૈસા માંગવામાં આવ્યા હતાં તેવો આરોપ છે.

આ પણ વાંચોઃ VIDEO : નરોડામાં લિફ્ટ તૂટવાની ઘટના, અફરાતફરીનો માહોલ સર્જાયો

ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સામે આરોપ છે કે તેમણે એવું કહીને કે આ દીકરી સાથે આવુ કેમ કર્યુ ફરીયાદીને રોડ વચ્ચે કપડા કાઢી માર મારવાની અને મકાન પડાવી દેવાની ધમકી આપી હતી. ત્યાર બાદ ફરિયાદીએ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી. જેમાં બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરવી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Padmini Ba Arrested Honey Trap Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ