મુંબઇ: એરપોર્ટ પરથી ઝડપાયું 1 હજાર કરોડનું પ્રતિબંધિત ડ્રગ્સ, ચારની ધરપકડ

By : kavan 11:00 AM, 28 December 2018 | Updated : 11:06 AM, 28 December 2018
મુંબઈ એરપોર્ટ પરથી 1 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. મુંબઈ એરપોર્ટ પર નાર્કોટિક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. વકોલાથી ફેન્ટાનલ નામનું ડ્રગ્સ ઝડપાયું છે. જે મામલે પોલીસે 4 શખ્સને ઝડપી લીધા છે. આ ડ્રગ્સને મુંબઈથી અમેરિકા મોકલવાનું હતું. જો કે તે પહેલા નાર્કોટિક્સ વિભાગે ડ્રગ્સ ઝડપી લીધું છે.

ફેન્ટાનલ એક એવું ડ્રગ છે જેનો ઉપયોગ એનેસ્થીસિયા તરીકે દર્દમાંથી રાહત મેળવવા માટે કરવામાં આવે છે. આ સાથે જ તેનો વધુ ઉપયોગ નશો કરવા માટે પણ થાય છે. તેને કોકેઇન અને હેરોઇન સાથે મેળવવામાં આવે છે અને ત્યારબાદ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

અમેરિકામાં વધારે પ્રમાણમાં તેનો નશા માટે ઉપયોગ કરવામાં આવે છે. દરવર્ષે ત્યાં ફેન્ટાનાઇલના ઓવરડોઝને કારણે હજારો લોકોના મોત થયાનું પણ સામે આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ એક કિલોની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 10 કરોડ રૂપિયા થાય છે.
  એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનાનો પર્દાફાશ પોતાના નજીકના સૂત્રોના જણાવ્યા બાદ તે સ્થળે એક જાળ બિછાવીને કરવામાં આવ્યો છે. જેમાં સંડોવાયેલ તમામ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ તમામ આરોપીઓના મુખ્ય સૂત્રધારને આ પહેલા પણ નારકોટિક્સ કંન્ટ્રોલ બ્યૂરોએ દિલ્હીથી ઝડપી પાડ્યો હતો. 

આપને જણાવી દઇએ કે, મુંબઈ એરપોર્ટ પરથી 1 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. આ ડ્રગ્સ મુંબઇથી અમેરિકા મોકલવામાં આવી રહ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.

આ સાથે જ સ્થાનિક પોલીસ અને મુંબઇના નાર્કોટિક્સ વિભાગે 4 લોકોની ધરપકડ પણ કરી છે અને આટલો મોટ ડ્રગ્સનો જથ્થો કોના કહેવાથી મુંબઇથી અમેરિકા લઇ જવામાં આવી રહ્યો રહ્યો હતો તે હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Recent Story

Popular Story