દુર્ઘટના /
ધોળકા-બગોદરા હાઇવે પર રીક્ષા-કાર વચ્ચે અકસ્માત સર્જાતા 1 બાળક સહિત 4ના મોત, તમામ મૃતકો ખાનપુરના રહેવાસી
Team VTV05:10 PM, 15 Dec 20
| Updated: 05:16 PM, 15 Dec 20
અમદાવાદના ધોળકા-બગોદરા માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. CNG રીક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં 4ના મૃત્યુ થયા છે. આ અકસ્માતને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.
ધોળકા-બગોદરા માર્ગ પર ગમખ્વાર અકસ્માત
CNG રીક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં 4 ના મૃત્યુ
અકસ્માતને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે
અમદાવાદના ધોળકા-બગોદરા માર્ગ પર રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4ના મોત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, રીક્ષામાં સવાર તમામ લોકો અમદાવાદના ખાનપુર અને કારમાં સવાર તમામ ધોળકાના રહેવાસી હોવાનું ખુલ્યું છે.
તમામ મૃતકો ખાનપુરના રહેવાસી
આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે જેમાં દોઢ વર્ષ બાળકનો સમાવેશ થાય છે. આ તમામ મૃતકો અમદાવાદના ખાનપુરના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.