PNB Scam / ભાગેડું નીરવ મોદીનાં 4 બેંક અકાઉન્ટ સીઝ, આટલાં રૂપિયા કર્યા જપ્ત

Four bank accounts of Nirav Modi and his sister purvi modi siege in Switzerland

PNB કૌભાંડનાં મુખ્ય આરોપી ભાગેડુ નિરવ મોદી પર એજન્સીઓએ મોટો સકંજો કસ્યો છે. સુરક્ષા એજન્સીઓએ નિરવ મોદી અને તેની બહેન પૂર્વ મોદીનાં મળીને કુલ 4 બેંક અકાઉન્ટ સ્વિત્ઝરલેન્ડમાં સીઝ કર્યા છે. એટલું જ નહીં સ્વિત્ઝરલેન્ડમાં નિરવ મોદીનાં 60 લાખ અમેરિકી ડૉલરની સંપત્તિ પણ સીઝ કરવામાં આવી છે. નિરવ મોદી હાલ લંડનમાં છે અને ન્યાયિક કસ્ટડીમાં છે અને તે ચાર વખત કોર્ટમાં જામીન માટે અરજી કરી ચૂક્યો છે. જો કે દર વખતે તેને નિષ્ફળતા મળી રહી છે અને લંડનની કોર્ટે દરેક વખતે તેની અરજીને ફગાવી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ