former vadodara teacher mary antony contests first election and becomes mayor of roystone
ગુજરાતનું ગૌરવ /
UKમાં મેયર બન્યા વડોદરાના પૂર્વ શિક્ષિકા, જાણો કયા કામ માટે આખા શહેરમાં છે લોકપ્રિય
Team VTV07:45 AM, 18 May 22
| Updated: 07:57 AM, 18 May 22
પ્રથમ વાર ચૂંટણીમાં ઝંપલાવતાની સાથે વડોદરાના પૂર્વ શિક્ષિકા UKના રોયસ્ટોન શહેરના મેયર બન્યા.
વડોદરાના પૂર્વ શિક્ષિકા UKના રોયસ્ટોન શહેરના મેયર બન્યા
રોયસ્ટોન ટાઉનમાં 44 ભારતીય કુટુંબો વસે છે
રોયસ્ટોનના મેયર બનનાર એન્ટોની પ્રથમ ભારતીય અને એશિયન
વડોદરાના પૂર્વ શિક્ષિકા UKના રોયસ્ટોન શહેરના મેયર બન્યા. મેરી એન્ટોની વડોદરાની રોઝરી સ્કૂલમાં 1995 થી 2007 સુધી શિક્ષિકા હતાં. 25 હજારની વસ્તી ધરાવતા રોયસ્ટોન ટાઉનમાં તેઓ મેયર તરીકે ચૂંટાઇને આવ્યાં. જણાવી દઇએ કે, રોયસ્ટોન ટાઉનમાં 44 ભારતીય કુટુંબો વસે છે. મેરી એન્ટોની સામુદાયિક સેવાના કારણે લોકોમાં ખૂબ લોકપ્રિય પણ છે. રોયસ્ટોનના મેયર બનનાર મેરી એન્ટોની પ્રથમ ભારતીય અને એશિયન છે.
16 મેના રોજ મેયર તરીકેનો ચાર્જ તેઓએ લીધો
મેરી એન્ટોની રોયસ્ટોન ટાઉન પાર્ટી સાથે જોડાયેલાં છે. તે પાર્ટીએ પ્રથમ વાર ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. મેરી એન્ટોની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલાં છે અને વડીલો-બીમારોની સેવા કરે છે. તેમના પતિ ડો. રોબિન IPCL સાથે જોડાયેલા હતા. તેમને રિયા અને રિવ નામનાં બે સંતાનો છે.
ડો. રોબિન સાથે લગ્ન કર્યા બાદ રોયસ્ટોનમાં જ સ્થાયી થઇ ગયાં
વડોદરાનાં સંસ્મરણ વાગોળતાં તેઓ જણાવે છે કે, 'વડોદરામાં ગરબાનું સંગીત મને ખૂબ ગમતું હોવાથી હું તેને જોવા જતી. વડોદરાના ડો. રોબિન સાથે લગ્ન કર્યા બાદ રોયસ્ટોનમાં જ અમે સ્થાયી થઇ ગયાં. આ શહેર ખૂબ જ હરિયાળુ છે અને વેપારનું પણ કેન્દ્ર હોવાથી આસપાસનાં ઘણાં ગામોના લોકો અહીં ખરીદી કરવા આવે છે. રોયસ્ટોન લંડનથી 50 કિમીના અંતરે આવેલું છે.'