બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિને શું થઈ ગયું?, ગંભીર બીમારી અંગે કાર્યાલય દ્વારા સ્ટેટમેન્ટ જાહેર
Last Updated: 06:26 AM, 19 May 2025
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનને પ્રોસ્ટેટ કેન્સર હોવાની પુષ્ટિ થઈ છે, જે હવે હાડકાં સુધી ફેલાઈ ગયું છે. તેમના પ્રવક્તા કેલી સ્કલીએ રવિવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી. ૮૨ વર્ષીય બિડેનને ગયા અઠવાડિયે પેશાબની સમસ્યા થઈ હતી, ત્યારબાદ તપાસ દરમિયાન આ રોગ મળી આવ્યો હતો.
ADVERTISEMENT
પેશાબમાં લક્ષણો અનુભવ્યા બાદ આ અઠવાડિયાની શરૂઆતમાં ડોકટરો દ્વારા બિડેનને તપાસવામાં આવ્યા હતા. નિયમિત શારીરિક તપાસમાં તેમના પ્રોસ્ટેટમાં એક નાનો ગઠ્ઠો જોવા મળ્યો, જેના કારણે વધુ તપાસ શરૂ થઈ. શુક્રવાર સુધીમાં, ડોકટરોએ પ્રોસ્ટેટ કેન્સરની પુષ્ટિ કરી હતી, જેના કોષો પહેલાથી જ તેના હાડકાંમાં ફેલાઈ ગયા હતા.
ADVERTISEMENT
પ્રોસ્ટેટ કેન્સરની ગંભીરતા ગ્લીસન સ્કોર દ્વારા નક્કી થાય છે. 1થી 10 નો સ્કોર દર્શાવે છે કે કેન્સર કેટલું આગળ વધી ગયું છે. બિડેનનો સ્કોર 9 છે. આ દર્શાવે છે કે કેન્સર ખૂબ જ ગંભીર તબક્કામાં પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે જો બિડેન 82 વર્ષના છે. આ વખતે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યા ન હતા.
બિડેનના સ્વાસ્થ્ય વિશે માહિતી મળતાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું: જો બિડેનની તબીબી તપાસ વિશે સાંભળીને મને અને મેલાનિયાને ખૂબ દુઃખ થયું છે. અમારી સંવેદના જીલ અને સમગ્ર પરિવાર સાથે છે. ટ્રમ્પે બિડેનને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પણ પાઠવી હતી.
આ પણ વાંચોઃ બલુચિસ્તાનથી લઈને LoC સુધી, આ રીતે પાકિસ્તાનની કમર ભાંગી નાખી
આ કેન્સર, જે પ્રોસ્ટેટ ગ્રંથિમાં વિકસે છે, તે સામાન્ય રીતે વૃદ્ધ પુરુષોને અસર કરે છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં, યુવાનોમાં પણ તેનું જોખમ વધી રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે બધા પુરુષોએ આ ગંભીર કેન્સરના કેસોથી સાવધ રહેવું જોઈએ. કેન્સર રિસર્ચ યુકેના નિષ્ણાત નાસેર તુરાબી કહે છે કે હાલમાં આક્રમક પ્રકારના પ્રોસ્ટેટ કેન્સરને શોધવા માટે કોઈ સચોટ અને વિશ્વસનીય રીત નથી.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના ડેટા અનુસાર, 2022 માં, લગભગ 37,948 ભારતીય પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ વર્ષે દેશમાં નોંધાયેલા 14 લાખ નવા કેન્સરના કેસોમાં આ લગભગ ત્રણ ટકા છે. યુ.એસ.માં, 80 ટકા પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓનું નિદાન વહેલું થાય છે, જ્યારે માત્ર 20 ટકા કિસ્સાઓમાં મોડું નિદાન થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.