former union law minister ashwani kumar resigns from congress
વિકેટ ખરી /
ચૂંટણી ટાણે કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસમાંથી આપી દીધું રાજીનામું
Team VTV01:55 PM, 15 Feb 22
| Updated: 01:56 PM, 15 Feb 22
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસની વધું એક વિકેટ ખરી પડી છે. પૂર્વ કેન્દ્રીય કાયદામંત્રી અશ્વિની કુમારે મંગળવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
ચૂંટણી ટાણે કોંગ્રેસની વધું એક વિકેટ ખરી
પૂર્વ કાયદામંત્રીએ આપ્યું રાજીનામું
આ કારણે પાર્ટી છોડી હોવાનો કર્યો દાવો
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસની વધું એક વિકેટ ખરી પડી છે. પૂર્વ કેન્દ્રીય કાયદામંત્રી અશ્વિની કુમારે મંગળવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કુમારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આજે સવારે રાજીનામું મોકલાવી દીધું છે અને કહ્યું કે, પાર્ટીમાંથી બહાર રહીને દેશ માટે વધું સારી રીતે કામ કરી શકીશ. તેઓ મનમોહન સિંહની સરકારમાં કાયદામંત્રી રહ્યા હતાં.
કુમારે સોનિયા ગાંધીને પત્ર લખ્યો, આ મામલે વિચાર કર્યા બાદ, હું એવા તારણ પર આવ્યો છું કે, હાલની સ્થિતીમાં હું અને મારી ગરિમાને અનુરૂપ, હું પાર્ટીમાંથી બહાર રહીને રાષ્ટ્રીય કારણોથી વધારે સારી રીતે આગળ વધી શકીશ. તેમણે લખ્યું કે, 46 વર્ષના લાંબા સાથે બાદ હું પાર્ટી છોડી રહ્યો છું અને આપણા સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓની કલ્પના માટે કરવામા આવેલા ઉદારવાદી લોકતંત્રના વચનના આધાર પર બનેલી પરિવર્તનકારી નેતૃત્વના વિચારથી પ્રેરણા લઈને સાર્વજનિક કારણોમાં સક્રિય રહીને આગળ વધવાની ઈચ્છા ધરાવું છું.
કોંગ્રેસનું પતન નક્કી
કુમારે પાર્ટીમાં નેતૃત્વની કમીને આ નિર્ણયનું કારણ બતાવ્યું છે. તેમની બે પેઢી કોંગ્રેસ સાથે જોડાયેલી છે. કુમારનું કહેવું છે કે, કોંગ્રેસે ફરી વાર ખુદને શોધવાની જરૂર છે. અને જો આવું નહીં કરી શકી તો, પતન નક્કી છે. આ ઉપરાંત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાને લઈને થયેલા વિવાદ અને ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ અપાવવામાં તેમની મહત્વની ભૂમિકા નિભાવી છે.