former rbi governor said the peak of inflation is yet to come cannot rule out the possibility of recession
અર્થવ્યવસ્થા /
પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનનું મોંઘવારી અને મંદી પર મોટું નિવેદન, કહ્યું હજુ તો...
Team VTV04:41 PM, 11 Jun 22
| Updated: 05:29 PM, 11 Jun 22
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, મોંઘવારી હજૂ પણ વધશે. તેમનું કહેવુ છે કે, ફુગાવો હજૂ પોતાની ચરમસીમા પર પહોંચ્યો નથી.
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નરે મોંઘવારી પર કહી મોટી વાત
ફુગાવાને લઈને આપ્યા ગંભીર સંકેત
ભારતમાં મંદીના સંકેત આપ્યા, સાથે થોડી રાહતવાળી વાત પણ કહી
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, મોંઘવારી હજૂ પણ વધશે. તેમનું કહેવુ છે કે, ફુગાવો હજૂ પોતાની ચરમ પર પહોંચ્યો નથી. રાજને આ વાત અમેરિકામાં ઈન્ફ્લેશનના આંકડા આવ્યા બાદ કહી હતી. યુએસમાં મેના ફુગાવાના ડેટા શુક્રવારે જાહેર કર્યા હતા. એપ્રિલમાં 8.3 ટકા હતો, જે મેમાં વધીને 8.6 ટકા થઈ ગયું. તેની સાથે જ યુએસમાં મોંઘવારી 4 દાયકાના ટોચ પર પહોંચી ગઈ છે.
મંદી વિશે કહી આ વાત
રઘુરામ રાજને જણાવ્યું હતું કે, ચોક્કસપણે મંદીથી બચી શકાય છે, પણ આગામી એક સમયમાં એક હળવી મંદીને નકારી શકાય નહીં. તેમણે યુએસના સંદર્ભમાં કહ્યું કે, મંદીથી બચવા માટે ફેડરલ રિઝર્વ (યુએસની રિઝર્વ બેંક)એ મોટા પગલા ભરવા પડશે. સાથે જ તેમણે યુરોપિયન સેન્ટ્રલ બેંકને લઈને કહ્યું કે, તેમની પાસે બહુ વિકલ્પો બચ્યા નથી. યુરોમાં નબળાઈથી આયાતિત ફુગાવાનો ખતરો વધી ગયો છે અને સમય રહેતા ઈસીબીએ પગલા ઉઠાવવા પડશે.
ક્રૂડ ઓયલમાં તેજીની અસર
રાજને કહ્યું કે, ક્રૂડ ઓયલની કિંમતોમાં ઉછાળાની કંઈક અસર થવાની હજૂ બાકી છે. તેમણે કહ્યું કે, નાણાકીય બજારમાં પછડાટ આવી છે અને આગળ પણ તેવું જ ચાલું રહેશે. રઘુરામ રાજન હાલમાં યુનિવર્સિટી ઓફ શિકાગોમાં બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં ફાઈનાન્સ પ્રોફેસર છે. તેમણે 2008માં નાણાકીય સંકટ વિશે પહેલી વાર સંકેત આપ્યા હતા. ઉપરાંત ભારતમાં આરબીઆઈના ગવર્નર પદ પર રહેતા તેમણે બેંકોના ડૂબેલા દેવાની સમસ્યામાંથી ઉજાગર કરી હતી.
ભારતમાં ફુગાવો
મેમાં જાહેર કરેલા આંકડા અનુસાર, ભારતમાં એપ્રિલમાં ગ્રાહક મૂલ્યા સૂચકાંક વધીને 7.79 ટકા થઈ ગયો, તેનાથી છુટક મોંઘવારી દર જાણી શકાય છે. મે 2014 બાદ તે સર્વોચ્ચ સીપીઆઈ નોંધાયો, આ તમામની વચ્ચે મેથી જૂન સુધી આરબીઆઈ મોંઘવારીને કાબૂ કરવા માટે 2 વાર રેપોરેટ વધારી ચુક્યુ છે. આરબીઆઈએ 4 મેથી 0.40 ટકા અને 8 જૂનના રોજ રેપોરેટમાં 0.50 ટકા વધારાની જાહેરાત કરી હતી. અર્થશાસ્ત્રીઓનું માનીએ તો, આવનારા સમયમાં આરબીઆઈ દરોમાં હજૂ પણ વધારો કરશે.