Former Rbi Governor Raghuram Rajan indian economy modi government
નિવેદન /
માંદા અર્થતંત્ર અંગે રઘુરામ રાજનનું મોટું નિવેદન, કહ્યું આ એક વ્યક્તિનો નિર્ણય ઘાતક બનશે
Team VTV05:38 PM, 12 Oct 19
| Updated: 06:17 PM, 12 Oct 19
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થાને એક માણસ પોતાની મરજીથી ન ચલાવી શકે. ભારતની અર્થવ્યવસ્થા ઘણી મોટી છે. એક વ્યક્તિ દ્વારા તેને ન ચલાવી શકાય અને તેનું પરિણામ આપણે સૌ જોઇ ચૂક્યા છીએ.
અર્થ વ્યવસ્થા મુદ્દે મોદી સરકાર પર કર્યા પ્રહાર
એક વ્યક્તિના નિર્ણયોથી માઠા પરિણામ મળી શકે: રઘુરામ
નોટબંધી, GSTના ઉતાવળીયા નિર્ણય જવાબદાર: રઘુરામ
RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું મહત્વનું નિવેદન આપ્યું હતું. જોકે રાજન અનેક વખત એક જ વાત કહી ચૂક્યા છે કે જો એક જ વ્યક્તિ અર્થવ્યવસ્થા વિશે નિર્ણય લેશે તો પછી તે ઘાતક સાબિત થશે. અર્થ વ્યવસ્થા મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે એક વ્યક્તિના નિર્ણયોથી માઠા પરિણામ મળી શકે છે.
તેમણે કહ્યું કે, સરકારી તિજોરીને નુકસાન વધવાથી ભારતીય અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડશે, જેનાથી નિકળવામાં ઘણો સમય લગાવી શકે છે. બ્રાઉન વિશ્વવિદ્યાલયમાં એક નિવેદન આપતા રાજને કહ્યું કે અર્થવ્યવસ્થા વિશે સરકાર દ્વારા કોઇ નક્કર પગલા ન ઉઠાવવાથી અત્યારે સુસ્તીનો માહોલ છે.
આર્થિક મંદી માટે સરકારના નિર્ણયને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, નોટબંધી, GSTના ઉતાવળીયા નિર્ણય જવાબદાર છે. સરકારે કોઈની સલાહ વગર નોટબંધી લાગૂ કરાઇ.