VIDEO: BJPના દિગ્ગજ નેતાએ ઉત્તર ગુજરાતમાં યોજી મોટી ઇફ્તાર પાર્ટી

By : kavan 07:03 PM, 13 June 2018 | Updated : 08:54 PM, 13 June 2018
મહેસાણા: સિદ્ધપુર શહેર ખાતે ગુજરાત સરકારના GIDCના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય બળવંતસિંહ રાજપુત દ્વારા ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભાજપના નેતા જયનારાયણ વ્યાસ,ગુજરાત હજ કમિટીના ચેરમેન મહંમદ અલી કાદરી સહિતના હિન્દુ સમાજના આગેવાનો અને ભાજપ કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. આ પાર્ટીમાં મોટી સંખ્યામાં હિન્દૂ અને મુસ્લિમ સમાજના લોકોએ ભાગ લીધો હતો. આ પાર્ટીમાં મુસ્લિમ સમાજના લોકોએ એક સાથે મળીને રોજા ખોલ્યા હતા. આ પાર્ટીમાં કોમી એકતાની સાથે હિન્દુ-મુસ્લિમમાં ભાઈ-ચારાના દર્શન થયા હતા.

આ ઘટના અંગે મળતી વિગત અનુસાર,સિદ્ધપુર શહેર ખાતે ગુજરાત સરકારના GIDCના ચેરમેન એવા ભૂતપૂર્વ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપુત દ્વારા ઉત્તર ગુજરાતની સૌથી મોટી ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્મિલ તેમજ હિંદુ ભાઈઓએ આ ઇફતાર પાર્ટીનો હિસ્સો બન્યા હતા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નેતા જય નારાયણ વ્યાસ ગુજરાત હજ કમિટીના ચેરમેન મહંમદ અલી કાદરી તેમજ હિન્દુ સમાજના આગેવાનો સાથે ભાજપ-કોંગ્રેસના પણ વરિષ્ઠ આગેવાનો મુસ્લિમ સમાજના લોકો સાથે ઈફ્તારમાં જોડાયા હતા.તો બળવંતસિંહ રાજપૂતે ઈફ્તાર પાર્ટીમાં આવેલા મુસ્લિમ ભાઈઓના રોજા ખોલાવ્યા હતા બળવંતસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર,આ કોઈ પોલિટિકલ લાભ મેળવવા માટે આયોજન કરવામાં નથી આવતું ફક્ત અને ફક્ત હિન્દુ અને મુસ્લિમ માં ભાઈચારો બરકરાર રહે સૌ સાથે મળીને રહે તેના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું. 

જોકે આવડી મોટી ઇફ્તાર પાર્ટી તે ઉત્તર ગુજરાતની સૌથી મોટી ઇફતાર પાર્ટી હોવાનું માનવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં મુસ્મિલ ભાઈઓએ હિંદુ આગેવાનોના હાથે રોજ ખોલ્યા હોય. આમ સિધ્ધપુરમાં યોજાયેલ ઇફતાર પાર્ટીએ કોમી એકતા તેમજ હિંદુ મુશ્લીમ ભાઈચારાના દર્શન કરાવ્યા હતા. 
   Recent Story

Popular Story