પુર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરીયા કોંગ્રેસમાં જોડાયા

By : kaushal 05:17 PM, 12 July 2018 | Updated : 05:17 PM, 12 July 2018
લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં માસ્ટર સ્ટ્રોક માર્યો છે. પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાનું કોંગ્રેસમાં વિધિવત રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે થયેલી મુલાકાત બાદ તેઓ પાર્ટીમાં જોડાયા છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હવે ભાવનગરની બેઠક પરથી કલસરિયા ચૂંટણી લડી શકે છે.

રે હવે તેઓ અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે, છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકારને રજૂઆત કરી હતી. પીએમ મોદીને પણ ખેડૂતોના પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી.. પરંતુ સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા.  
 
કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે કવાયત શરૂ કરી દીધી છે. કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને વિઘિવત રીતે કોંગ્રેસમાં આવકાર્યા છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન કનુ કલસરિયા કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવી વાતો વહેતી થઈ હતી.

કોંગ્રેસ કનુ કલસરિયાને લોકસભાની ચૂંટણીમાં અમરેલીની ટિકિટ આપે તેવી શક્યતા છે. પરંતુ આ મામલે અત્યાર સુધીમાં કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરિયા આપ પાર્ટી છોડીને કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે.

કનુભાઇ કલસરિયા વર્ષ 1997થી 2012 સુધી ભાજપમાં હતા, 2012માં ભાજપ છોડ્યા બાદ વર્ષ 2014માં તેઓ આપ પાર્ટીમાં જોડાયા હતા. મહત્વનું છે કે, તેઓ આપમાં જોડાયા બાદ મહુવા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે.Recent Story

Popular Story