બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / રૂપસુંદરીનું હૈયું વલોવતું મર્ડર! પતિએ ટુકડા કરી મિક્સરમાં પીસી, બર્બરતા જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી
Last Updated: 04:25 PM, 13 September 2024
પૂર્વ મિસ સ્વિટ્ઝર્લેન્ડની ફાઇનલિસ્ટ ક્રિસ્ટીના જોક્સિમોવિકની તેમના પતિએ તેમના ઘરમાં નિર્દયતાથી હત્યા કરી નાખો. આરોપી પતિનું નામ થોમસ છે જેણે તેની પત્ની ક્રિસ્ટીનાનું ગળું દબાવીને હત્યા કરી દીધી. આટલું જ નહીં, પોતાનો ગુનો છુપાવવા માટે તેણે તેની પત્નીની લાશના ટુકડા કરી નાખ્યા, એ પછી તેના શરીરના અંગોને મિક્સરમાં પીસી નાખ્યા અને એસિડમાં ઓગાળીને ગુનો છુપાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે પોલીસની નજરમાંથી બચી ન શક્યો. આખરે પોલીસે તેને પકડી લીધો, જ્યાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. પરંતુ પૂછપરછ દરમિયાન તેણે પોલીસને જે કહ્યું તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેણે એમ પણ કહ્યું કે તેણે સ્વબચાવમાં તેની પત્નીની હત્યા કરી અને તેના મૃત્યુથી તે ડરી ગયો હતો, તેથી તેણે તેના શરીરના ટુકડા કરી દીધા.
ADVERTISEMENT
લાશને કાપતા પહેલા ગળુ દબાવીને કરી હત્યા
આ ભયાનક અપરાધ ફેબ્રુઆરીમાં સામે આવ્યો જ્યારે ક્રિસ્ટીના જોક્સિમોવિકનો વિકૃત મૃતદેહ મળી આવ્યો. અધિકારીઓએ તપાસ શરૂ કરી અને તરત જ તારણ કાઢ્યું કે તેના ટુકડા કરતા પહેલા તેનું ગળું દબાવવામાં આવ્યું હતું. પોલીસે આ ગુનામાં થોમસને કસ્ટડીમાં લઈ લીધો હતો. જયારે થોમસે કોર્ટમાં જામીનની માંગ કરી હતી, જેને ફેડરલ કોર્ટે ફગાવી દીધી હતી.
ADVERTISEMENT
ગુનાની ક્રૂરતાથી ગભરાઈ ગયા અધિકારીઓ
સ્વિસ મીડિયાના અહેવાલો અનુસાર, થોમસે એક કરવત, ચાકુ અને બગીચાની કાતરનો ઉપયોગ કરીને તેની પત્નીના શરીરના ટુકડા કરી નાખ્યા. બાદમાં, તેણે તે અવશેષોને ઓગળવા માટે રાસાયણિક દ્રાવણમાં નાખી દીધા. તેના ગુનાની ક્રૂરતાથી અધિકારીઓ પણ ભયભીત થઈ ગયા હતા.
આ પણ વાંચો: છોકરી ગામડાના છોકરા સાથે લગ્ન કરશે તો મળશે 3.30 લાખ, સરકારી પ્લાન પર ઉહાપોહ
થોમસનો દાવો ક્રિસ્ટીનાએ પહેલા તેના પર ચાકુથી હુમલો કર્યો હતો
થોમસે દાવો કર્યો કે તેણે સ્વબચાવમાં તેની પત્નીની હત્યા કરી અને આરોપ લગાવ્યો કે ક્રિસ્ટીનાએ તેના પર ચાકુથી હુમલો કર્યો હતો. જોકે, મેડિકલ રિપોર્ટ તેમના નિવેદનથી વિરોધાભાસી છે. શબપરીક્ષણમાં જાણવા મળ્યું કે તેના શરીરના ટુકડા કેટલી ક્રૂર રીતે કરવામાં આવ્યા હતા, જેનાથી તેના સ્વ-બચાવની અરજી પર શંકા ઉભી થઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.