બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ઉદ્ધવ ઠાકરેનો દિલ્હીમાં ડેરો! એક મુલાકાતથી મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ, ચર્ચાનું વંટોળ
Last Updated: 07:41 PM, 7 August 2024
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરે આજે ધારાસભ્ય પુત્ર આદિત્ય ઠાકરેએ વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ વીડિયોને લઇ સોશિયલ મીડિયામાં લોકોએ વિવિધ ચર્ચાઓ જગાવી છે.
ADVERTISEMENT
દિલ્હી ખાતે યોજાયેલ આ મીટીંગમાં રાજ્યસભા સંસદ સંજય રાઉત, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગઠબંધનની રણનીતિ, મુખ્યમંત્રી પદના ચહેરા અંગે બેઠકમાં ચર્ચાનું અનુમાન નિષ્ણાંતો લગાવી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: વિધવા પેન્શન માટે પુન:લગ્નનું પ્રમાણપત્ર જરૂરી નહીં, ગંગા સ્વરૂપા બહેનોના હિતમાં સરકારનો નિર્ણય
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવાના ઉદ્દેશ્ય સાથે ઉદ્ધવ દિલ્હીની ત્રણ દિવસની મુલાકાતે છે. અગામી વિધાનસભા ચુંટણીમાં ગઢબંધનમાં બેઠકોની વહેચણી તેમજ મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને બેઠકમાં ચર્ચા થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.