Former Judge Piyush Lakhani explained the legal process for repealing the Agriculture Act
મોટા સમાચાર /
કાયદો રદ્દ કરવાની જાહેરાત ટૂંકી, પ્રોસેસ લાંબી: પૂર્વ જજે કહ્યું આટલા મહિનાનો લાગશે સમય
Team VTV05:46 PM, 19 Nov 21
| Updated: 05:53 PM, 19 Nov 21
વિપક્ષ અને ખેડૂત નેતાઓનું રટણ રાષ્ટ્રપતિના વટ હુકમથી કેમ બિલ રદ્દ નથી કરવામાં આવતું, જાણી લો લાંબી કાયદાકીય પ્રોસેસ
કૃષિ બિલ રદ્દ કરતા લાગશે લાંબો સમય: પૂર્વ જજ પિયુષ લાખાણી
'કાયદો બનાવી રદ્દ કરવાની પ્રક્રિયા લાંબી'
'અંદાજિત 6 મહિનાનો લાગી શકે છે સમય'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કરતા ત્રણેય કૃષિ કાયદાઓ રદ કર્યા હતા. આ કૃષિ કાયદાઓ રદ થયા બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા કહેવામાં આવ્યું કે અમને એ વાતનું દુખ છે કે અમે નવા કાયદાઓના લાભ ખેડૂતોને સમજાવવામાં સફળ ન રહ્યા. તો વિપક્ષ સહિત ખેડૂત આંદોલનના નેતાઓ રદ કરાયેલા કૃષિ બિલ મુદ્દે સરકાર પર આરોપ કરી રહ્યા છે કે બિલને રદ્દ કરવામાં વટ હુકમ કેમ નથી લાવમાં આવી રહ્યો, અધિકારીઑને એક્સટેન્સ આપતી વખતે સંસદના સત્રની રાહ જોવામાં નથી આવતી તો કૃષિ કાયદા મુદ્દે કેમ આ બાદ કૃષિ બિલ મુદ્દે પૂર્વ જજ અને સિનિયર વકીલ પિયુષ લાખાણી સાથે વીટીવી ગુજરાતીએ વાત કરી હતી.
કાયદો રદ્દ કરવાની જાહેરાત ટૂંકી છે પણ પ્રોસેસ ખૂબ લાંબી છે: પૂર્વ જજ પિયુષ લાખાણી
કૃષિ બિલ રદ્દ કરવા મચાયેલા કોહરામ બાદ પૂર્વ જજ પિયુષ લાખાણીએ કાયદાકીય પ્રક્રિયા પરથી પરદો ઉઠાવતા મોટી વાત કહી હતી, અને જણાવ્યું હતુ કે કૃષિ બિલ રદ્દ કરતા લાંબો સમય લાગી શકે છે કારણ કે કાયદો રદ્દ કરવાની જાહેરાત ટૂંકી છે પણ પ્રોસેસ ખૂબ લાંબી છે. તેમણે કાયદો રદ્દ કરવાની પ્રોસેસ વિશે પણ માહિતી આપી આપતા કહ્યું હતું કે કાયદો રદ્દ થતા લાગી અંદાજિત 6 મહિનાનો સમય લાગી શકે છે, કૃષિ કાયદો રદ્દ કર્યાનું બિલ સંસદના બન્ને ગૃહમાંથી પસાર કરવુ પડે છે જે બાદ બન્ને ગૃહમાં બિલ પાસ થાય બાદ રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે જેમાં ઘણો સમય બરબાદ થઇ શકે છે.
વટહુકમથી તાત્કાલિક કાયદો રદ્દ થઈ શકે
જો સરકાર સમય બચાવવા ઈચ્છે તો રાષ્ટ્રપતિના વટ હુકમથી કાયદો રદ્દ કરી શકાય તેમ છે પરંતુ વટ હુકમ માટે કેબિનેટમાં પરવાનગી લેવી પડે અને જો કેબિનેટ રાષ્ટ્રપતિને ભલામણ કરે તો હુકમથી બિલ તાત્કાલિક પાસ થઈ શકે.
प्रधानमंत्री कृषि सुधार की दृष्टि से तीन कृषि क़ानून लेकर आए। मुझे दुख है कि इन कृषि क़ानूनों के लाभ हम देश के कुछ किसानों को समझाने में सफल नहीं हो पाए। हमने कृषि क़ानूनों के बारे में किसानों को समझाने की कोशिश की लेकिन हम सफल नहीं हो पाए: केंद्रीय कृषि मंत्री नरेंद्र सिंह तोमर pic.twitter.com/sreZ3HPbbA