બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:14 PM, 20 June 2024
કર્ણાટકના બેંગ્લુરુમાં પૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોન્સને ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ડેવિડ જોન્સન ઘણા સમયથી ડિપ્રેશનથી પીડિત હતા અને આ જ કારણે તેણે અંતિમ પગલું ભર્યું હતું.
ADVERTISEMENT
Former Indian cricketer & Karnataka Cricketer "David Johnson" passed away.
— alekhaNikun (@nikun28) June 20, 2024
He commits suicide by jumping from 4th floor of a apartment.#CricketTwitter pic.twitter.com/p5xuqmM0h6
બેંગ્લુરુના એપાર્ટમેન્ટથી પડતું મૂક્યું
ADVERTISEMENT
ક્રિકેટ જગતમાંથી ચોંકાવનારના સમાચાર આવ્યાં છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોન્સને આત્મહત્યા કરી લીધી છે. તેમણે ચોથા માળેથી કૂદીને જીવનનો અંત આણ્યો હતો. ડેવિડ જોન્સને ભારત માટે બે ટેસ્ટ મેચ રમી હતી. તેમણે 1996માં ભારત માટે ડેબ્યૂ કર્યું અને તે જ વર્ષે બીજી ટેસ્ટ મેચ રમી. આ પછી તેને તક ન મળી.
Former Team India cricketer David Johnson has died after falling from the fourth floor of his apartment in the Kothanur police station limits in Bengaluru on Thursday. Police suspect that 52-year-old David Johnson committed suicide by jumping off the apartment building pic.twitter.com/BRhfr1UEsT
— IANS (@ians_india) June 20, 2024
ડેવિડ જોન્સનની ક્રિકેટ કારકીર્દી
ડેવિડ જોનસને ભારત માટે બે જ ટેસ્ટ રમી છે પરંતુ તેઓ કર્ણાટક માટે ઘણા લાંબા સમયથી રણજી ટ્રોફીમાં રમી રહ્યાં હતા. પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર અને અનિલ કુંબલે તથા જય શાહ સહિતના દિગ્ગજોએ ડેવિડ જોન્સનને શ્રદ્ધાંજલિ આપી હતી.
વધુ વાંચો : દિગ્ગજ ભારતીય ક્રિકેટરે આપઘાત કર્યો, ચોથે માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું
કોણ છે ડેવિડ જોન્સન
1971ની સાલમાં જન્મેલા ડેવિડ જોન્સન ટીમ ઈન્ડીયામાં ફાસ્ટ બોલર રહી ચૂક્યાં છે. તેઓ 1996ની સાલમાં બે ટેસ્ટ રમ્યાં હતા અને ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યું હતું. જોકે ત્યાર પછી તેઓ ઘરેલુ ક્રિકેટમાં રમતાં હતા. નિવૃતી બાદ તેઓ યુવા ક્રિકેટરોને તાલીમ આપી રહ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.