બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત યુનિ. એનિમેશન વિભાગના પૂર્વ વડાની ધરપકડ, જાણો શું હતો સમગ્ર કેસ
Last Updated: 07:57 AM, 18 January 2025
ગુજરાત યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં આવી છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી એનિમેશન વિભાગના પૂર્વ વડા સામે પોલીસ ફરિયાદનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે ફરિયાદને લઇ એનિમેશન ડિપાર્ટમેન્ટના પૂર્વ વડા ડો. કમલજીત લખતરિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
સંબંધીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા
મળતી માહિતી મુજબ કમલજીત લખતરિયા એ 4.9 કરોડનું યુનિવર્સિટીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. 1.15 કરોડ પોતાના સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સ વિભાગના પ્રોફેસર ડૉ. કમલજિત લખતરીયાને એનિમેશન ડિપાર્ટમેન્ટના કોઓર્ડિનેટર બનાવાયા હતા. જોકે કમ્પ્યુટર સાયન્સ વિભાગમાં અનેક હાયર પેમેન્ટના કોર્સ ચાલે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: સુરત એરપોર્ટ પર લોકો પ્લેનને ધક્કો મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો સચ્ચાઈ
ત્યારે ગત વર્ષે નવા આવેલા કુલપતિએ તેમની પાસેથી કોર્સીસની અને કોર્સીસની નોલેજ પાર્ટનર એજન્સી-કંપનીઓને લગતા હિસાબો-ચેકબુક સહિતના ડોક્યુમેન્ટસ માંગ્યા હતા. અને નાણાકીય ગોટાળાની તપાસ માટે સીએને તપાસ સોંપવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં યુનિવર્સિટીએ ખાતાકીય તપાસમાં 1.5 કરોડથી વધુની ગેરરીતિ પ્રકાશમાં આવી હતી. જેમાં ડો. કમલજી લખતરિયાને ટર્મિનેટ કરવાનો નિર્ણય કરાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.