બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / 'સરકાર રાજકોટ જેવા કિસ્સા પર ધ્યાન રાખે' ગરબામાં શકીરા અને જમાલ કૂડુ ડાન્સને રૂપાણીએ વખોડયું
Last Updated: 05:45 PM, 6 October 2024
હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. ત્યારે લોકો મા અંબાની આરાધના કરવા માટે મન મૂકીને ગરબા રમતા હોય છે. પરંતુ રાજકોટમાંથી ગરબાનું સાવ અલગ જ ચિત્ર જોવા મળ્યું છે. નવરાત્રીમાં ગરબા રમવાની જગ્યાએ લોકો હોલીવુડ અને બોલીવુડના ગીતો પર ઠુમકા લગાવતા જોવા મળ્યા છે. રાજકોટમાં અવાર નવાર વિવાદોમાં આવતા નીલ સિટી ક્લબમાં હોલિવુડ સિંગર શકીરાના ગીતો પર લોકો નાચતા જોવા મળ્યા. એટલું જ નહીં ફિલ્મ એનિમલના જમાલ કુડુ ગીતને પણ નવરાત્રિમાં વગાડવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
વિજય રુપાણીએ શું કહ્યું ?
ADVERTISEMENT
જે ઘટનાને લઈ ગુજરાતના પૂર્વ સીએમ વિજય રુપાણીએ તીખી પ્રતિક્રિયા આપી છે. ગરબામાં શકીરાના ડાન્સ પર નારાજગી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે આવા કૃત્યથી યુવાનો પર ખોટી અસર પડે છે. આ માતાની આરાધનાનું પર્વ છે. તેમણે આવા ડાન્સને કડક શબ્દોમાં વખોડ્યું હતું. સાથે ગરબામાં ફિલ્મી ગીતો વગાડનારા સામે કડક કાર્યવાહી કરવા સરકારને અપીલ કરી હતી.
ખેલૈયાઓમાં પણ રોષ
ખેલૈયાઓએ જણાવ્યું હતું કે રાજકોટ માટે ખૂબ જ શરમજનક ઘટના છે. આ પ્રકારની ઘટના નિંદનીય છે. ગુજરાતના ગરબા વિશ્વભરમાં ઓળખાય છે. ત્યારે ગરબામાં આ પ્રકારના ગીતો વગાડવા યોગ્ય નથી. આ પ્રકારની ઘટના ઘણી નિંદનીય છે.
આ પણ વાંચો: સળગતી ઈંઢોણી માથે રાખી દીકરીઓનો રાસ તો આગની વચ્ચે યુવાનોએ સ્વસ્તિક રાસ ખેલ્યો, જુઓ વીડિ
સંત-સમાજમાં રોષ વ્યાપ્યો
પારંપારિક ઉજવણીમાં વિદેશી ગીતો પર લોકોએ ઠુમકા લગાવતા સંત-સમાજમાં રોષ વ્યાપ્યો છે. સનાતનના ધર્મગુરુઓ જ્યોતિર્નાથ મહારાજ અને શેરનાથ બાપુએ ઘટનાને વખોડી છે અને કહ્યું કે સાંસ્કૃતિક ઉજવણીમાં સંસ્કૃતિ જાળવવી જોઈએ, ભાતીગળ ગરબામાં આવું હીન કૃત્ય નિંદનીય છે. ગરબાની મંજૂરીમાં માત્ર ગરબા જ થવા જોઈએ. આવી ઘટનાઓને ચલાવી ન શકાય. સાથે જ મહંતોએ નિલ સિટી ક્લબમાં નવરાત્રીનું આયોજન રાખનારા આયોજકો સામે કાર્યવાહીની પણ માગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.