બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / former deputy chief minister nitin patel meet PM modi
Kavan
Last Updated: 07:52 PM, 18 October 2021
ADVERTISEMENT
પ્રધાનમંત્રી સાથેની મુલાકાતની તસવીર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.
આજે તા. ૧૮/૧૦/૨૦૨૧ને સોમવારના રોજ દેશના લોકપ્રિય અને સતત પ્રજાલક્ષી નિર્ણયો કરનાર માન. વડાપ્રધાનશ્રી @narendramodi જી સાથે વડાપ્રધાનના નિવાસસ્થાન સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી. pic.twitter.com/AgGUVmCqbs
— Nitin Patel (@Nitinbhai_Patel) October 18, 2021
ADVERTISEMENT
ટ્વીટ કરી તસવીર અને લખ્યું કે...
કેપ્શનમાં લખ્યું હતું કે, આજે તા. ૧૮/૧૦/૨૦૨૧ને સોમવારના રોજ દેશના લોકપ્રિય અને સતત પ્રજાલક્ષી નિર્ણયો કરનાર માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે વડાપ્રધાનના નિવાસસ્થાન સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી.
તાજેતરમાં જ ભાજપની કારોબારીમાં અપાયું છે સ્થાન
ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવાંમાં આવી છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતીબેન શિયાળ, અમિત શાહ, મનસુખ માંડવિયા અને નીતિન પટેલ સહિતના નેતાઓનો પણ સમાવેશ કરાયો છે. જોકે કેન્દ્ર ભાજપના દિગ્ગજ નેતા વરુણ ગાંધીને બાકાત રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં તેઓ લખીમપૂર હિંસા મામલે કોમેન્ટ કરીને ભાજપમાં અળખામણાં થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.