બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Former cricketer Salim Durani passes away at the age of 88,, was living in Jamnagar

BIG BREAKING / જામનગરના રહીશ અને ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનું 88 વર્ષની વયે નિધન, એકસમયે કહેવાતા સિક્સરના બેતાજ બાદશાહ

Megha

Last Updated: 09:57 AM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુરાનીનું 88 વર્ષની વયે નિધન થયું છે. સલીમ દુરાનીએ ગુજરાતના જામનગરમાં આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.

  • ભારતીય ક્રિકેટ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા
  • પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુરાનીનું 88 વર્ષની વયે નિધન
  • જામનગરમાં આજે સવારે અંતિમ શ્વાસ લીધા

ભારતીય ક્રિકેટ માટે રવિવારે એટલે કે આજે સવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુરાનીનું 88 વર્ષની વયે નિધન થયું છે. સલીમ દુરાનીએ ગુજરાતના જામનગરમાં આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. 

ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ ભારતમાં સ્થાયી થયા હતા દુરાની
એક સમયના ભારતીય ક્રિકેટના સિકસરના બાદશાહ ગણાતા ઓલરાઉન્ડર સલીમ દુરાનીનો જન્મ તારીખ 11 ડિસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો, દુરાની માત્ર 8 મહિનાના હતા ત્યારે તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયો હતો. આ પછી જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે દુરાનીનો પરિવાર ભારત આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી જામનગરમાં જ રહેતા હતા. લાંબી બીમારી બાદ આજે તેમણે જામનગરમાં અંતિમ શ્વાસ લીધા છે.

દર્શકોના કહેવા પર મારતા હતા સિક્સર
સલીમ દુરાનીને 1960માં અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે એમને ભારત માટે કુલ 29 ટેસ્ટ મેચ રમી અને આ સમયગાળા દરમિયાન 1202 રન બનાવ્યા, જેમાં 1 સદી અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે, આ સાથે જ એમને 75 વિકેટ લીધી હતી. દુરાની એક શાનદાર ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે. આ સાથે તેઓ દર્શકોના કહેવા પર સિક્સર મારવા માટે પણ પ્રખ્યાત હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News Salim Durani Salim Durani passes away jamnagar જામનગર સલીમ દુરાની સલીમ દુરાનીનું નિધન Salim Durani passes away
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ