બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા દોષિત જાહેર, કચ્છના જમીન કૌભાંડ કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો
Last Updated: 09:29 PM, 20 January 2025
કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને અમદાવાદની ગ્રામ્ય કોર્ટે દોષિત ઠેરવ્યા છે. નાણાકીય વ્યવહારની ઉચાપત મુદ્દે ACBમાં નોંધાયેલા કેસમાં તેઓ દોષિત જાહેર થયા છે. જ્યારે ફ્રાન્સિસ સુએરા અને નટુ દેસાઈને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
ADVERTISEMENT
સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા દોષિત જાહેર
દોષિત જાહેર થયેલા પ્રદીપ શર્માને કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી. આ કેસમાં સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી કે ''આ દેશવિરોધી કૃત્ય હોવાથી વધુ સજા આપો. IAS અધિકારી તરીકે ગુનો કર્યો છે એ કોર્ટે માન્યો છે. આવા અધિકારીને ઓછી સજા આપશો તો સમાજમાં ખોટો સંદેશ જશે. કલેક્ટરની પોસ્ટ ધરાવતા ઓફિસરને કડક સજા થવી જોઈએ''. જ્યારે બચાવપક્ષે ઉંમરને આધારે સજા ઓછી કરવાની માગ કરી એ યોગ્ય નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાત વહીવટી સેવા વર્ગ 1ના 31 અધિકારીઓની સાગમેટ બદલી, જુઓ કોની ક્યાં કરાઇ નિમણૂંક
જાણો મામલો
પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર આરોપ હતો કે, તેમણે ભુજમાં રોડ પાસેની જમીન બિનખેતી કરાવી આપી હતી. પહેલા જમીન ખેતી માટે મંજૂર કરી હતી અને પાછળથી તેને બિનખેતી કરી દીધી હતી. ભુજ શહેરનાં મામલતદારે પ્રદીપ શર્મા વિરુદ્ધ આ ફરિયાદ ભુજ CID ક્રાઇમ બોર્ડર રેન્જ પોલીસ મથકમાં નોંધાવી હતી. વડોદરાનાં બિલ્ડર સંજય શાહને આ જમીન વેંચ્યાનો ખુલાસો થયો હતો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.