નેશનલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા મંગળવારે કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.
દીકરા ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી આની જાણકારી આપી
ફારુક અબ્દુલ્લા મંગળવારે કોરોના સંક્રમિત
ઉમર અને તેમનો પરિવાર સેલ્ફ આઈસોલેટ
દીકરા ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી આની જાણકારી આપી
ફારુક અબ્દુલ્લા મંગળવારે કોરોના સંક્રમિત મળતા દીકરા ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી આની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે મારા પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમનામાં સંક્રમણના કેટલાક લક્ષણો દેખાઈ રહ્યા છે.
My father has tested positive for COVID-19 & is showing some symptoms. I will be self-isolating along with other family members until we get ourselves tested. I request anyone who has come in to contact with us over the last few days to take all the mandated precautions.
ઉમરે જણાવ્યું કે હું અને મારો સમગ્ર પરિવાર પોતાની જાતને ત્યાં સુધી સેલ્ફ આઈસોલેટ કરી રહ્યા છે જ્યાં સુધી અમારો કોરોના ટેસ્ટ ન થઈ જાય. આ સાથે તેણે છેલ્લા કેટલાક દિવસમાં તેમના સંપર્કમાં આવનારાને પણ તેમણે સાવધાની વર્તવાની અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ 2 માર્ચે કોરોનાની રસીનો પહેલો ડોઝ શ્રીનગરના શેર-એ- કાશ્મીર ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં લીધો હતો. ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી કહ્યુ હતુ કે તેમના પિતા અને માતાએ કોવિડ રસીનો પહેલો ડોઝ લીધો છે. સાથે ઉમરે અન્ય લોકોને પણ રસી લેવાની અપીલ કરી હતી.
પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી કહ્યું હતુ
પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરતા કહ્યુ હતુ કે સ્કીમ્સ, શ્રીનગરના ડોક્ટરો, નર્સો અને કર્મચારીઓનો આભાર. આજે મારા 85 વર્ષીય પિતા અને મારી માતાએ પહેલી કોરોનાની રસીનો ડોઝ લીધો. મારા પિતાને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ઈમ્યૂનો સપ્રેસેન્ટ હોવા સહિત અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે. જો તે રસી લઈ શકે છે તો તમને પણ લઈ શકો છો.