બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / former brazilian footballer ronaldinho detained in paraguay over fake passport claims
Parth
Last Updated: 01:23 PM, 7 March 2020
ADVERTISEMENT
બ્રાઝીલનાં મહાન ફૂટબોલર રોનાલ્ડિન્હો અને તેમના ભાઈની ગેરકાયદેસર પાસપોર્ટ સાથે દેશમાં પ્રવેશ કરવા બદલ પરાગ્વેમાં અટકાયત કરવામાં આવી. માનવામાં આવી રહ્યું છે કે બુધવારે અસુસિઓનમાં ઉતર્યા બાદ આ બંધુઓએ ખોટા દસ્તાવેજ બતાવ્યા હતા. જે બાદ બંનેની પૂછપરછ કરવામાં આવી તથા હોટલની તલાશી પણ લેવામાં આવી.
ADVERTISEMENT
Ronaldinho arrested in Paraguay after entering the country with an illegal passport. He’ll spend the night in an Asunción jail, despite the prosecutor insisting Ronaldinho and his brother had been ‘tricked’ into using the documents. pic.twitter.com/EVS90BT2F0
— Rupert Fryer (@Rupert_Fryer) March 7, 2020
રોનાલ્ડિન્હો અહિયાં એક પુસ્તકના લોન્ચ તથા બાળકો સાથે જોડાયેલા એક અભિયાન આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાથે બંને ભાઈઓએ પણ કહ્યું છે કે તેઓએ કોઈ જ ખોટું કામ કર્યું નથી. નોંધનીય છે કે ગયા વર્ષે રોનાલ્ડિન્હોનાં બે દેશનાં પાસપોર્ટને જપ્ત કરી લેવામાં આવ્યા હતા. ટેક્સ ન ચૂક્ક્વવા અને ગેરકાયદેસર બાંધકામ પર દંડ ન ભરવાના આરોપમાં બ્રાઝીલ અન સ્પેનનું પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યું હતું.
જોકે પેરાગ્વેનાં ગૃહમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે - રોનાલ્ડિન્હોની તપાસ માટે અટકાયત કરવામાં આવી છે, તેમને એરેસ્ટ કરવામાં આવ્યા નથી. તપાસ પછી નિર્ણય લેવામાં આવશે કે તેમને એરેસ્ટ કરવા કે નહીં.
ઇસ્વેદોએ ટૂંક સમય પહેલાં કહ્યું હતું કે હું તેમની લોકપ્રિયતાનું સન્માન કરું છું પરંતુ તેમણે કાયદાનું પણ સન્માન કરવું જોઈએ. તમે ગમે તે હોવ, કાયદા બધા માટે સરખા હોય છે. રોનાલ્ડિન્હો ખૂબ સફળ અને વિશ્વભરમાં લોકપ્રિય ખેલાડીઓમાં એક છે. તેઓ ક્લબ બાર્સિલોના તરફથી રમી ચુક્યા છે. વર્ષ 2002ની ફીફા વર્લ્ડ કપ વિનર ટીમ નાં સદસ્ય રહી ચુક્યા છે તથા બ્રાઝીલ તરફથી 1999થી 2013 સુધી 97 મેચમાં 33 ગોલ કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.