તેલંગણા પોલીસે બુધવારે પૂર્વ મંત્રી અને તેલૂગુ દેશમ પાર્ટીની પૂર્વ નેતા ભૂમા અખિલા પ્રિયાની ત્રણ ભાઇઓના અપહરણ માટે ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે એક પૂર્વ હોકી ખેલાડી અને તેમના બે ભાઇઓનું કથિત રીતે પોતાને ઇન્કમટેક્સ અધિકારી બતાવીને અપહણ કર્યુ હતુ. ત્રણેય ભાઇઓને અપહરણના કેટલાક કલાકોમાં મુક્ત પણ કરાવી લીધા હતા.
તેલંગણાની પૂર્વ મંત્રીની ધરપકડ
હોકી પ્લેયરને કર્યો હતો કિડનેપ
જમીન વિવાદમાં કરાવ્યું અપહરણ
પૂર્વ મંત્રી કિડનેપિંગમાં સામેલ
આંધ્રપ્રદેશ ટીડીપીની પૂર્વ મંત્રી રહી ચૂકેલી ભૂમા અખિલા પ્રિયાને તેલંગણા પોલિસે ત્રણ ભાઇઓના અપહરણના ગુનામાં ધરપકડ કરી છે. જેમાં પૂર્વ હોકી પ્લેયર પ્રવિણ રાવ પણ સામેલ છે., આ મામલામાં અન્ય આરોપી તેમના પતિ ભાર્ગવ રામ અને તેમના પિતાના નજીકના સહયોગી સુબ્બા રેડ્ડી તેમજ ટીડીપીના વરિષ્ઠ નેતા ભૂમા નેગી રેડ્ડી છે.
સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મંગળવારે રાત્રે બોવેનપલ્લી એરિયામાં પ્રવિણ કુમારના ઘરની તલાશી લેવા માટે લગભગ 15 લોકો ઘૂસી ગયા હતા. તે દરેકે કહ્યું કે તે ઇન્કમટેક્સ વિભાગ તરફથી છે. બાદમાં ત્રણેય ભાઇઓનું અપહરણ કરી લીધું હતુ અને એક ફાર્મહાઉસ પર લઇ ગયા હતા.
પરિવારને ગઇ શંકા
અધિકારીઓએ જણાવ્યું કે પ્રવિણના પરિવારને શંકા ગઇ હતી જેથી તેમણે પોલીસને આ વાતની જાણ કરી હતી. પોલીસને ફરિયાદ જતા થોડા જ કલાકોની અંદર આ ત્રણેય ભાઇને મુક્ત કરાવી લીધા હતા.
પીડિતોએ જણાવી કહાણી
પીડિતોના એક સંબંધીએ કહ્યું કે, 15 લોકો પોતાને ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારી કહીને ઘરમાં ઘૂસી આવ્યા હતા. તેમણે પરિવારના સદસ્યોને એક કલાક સુધી એક રૂમમાં બંધ રાખ્યા હતા અને તેમના મોબાઇલ તેમજ લેપટોપ પણ જમા કરી લીધા હતા. બાદમાં તેમને શંકા જતા પોલીસને જાણ કરી હતી.
શું હતો વિવાદ
આ પ્રકારે એક મંત્રીની સંડોવણી હોવાથી ઘણી બધી શંકા કુશંકાઓ જાય છે. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે પૂર્વ મંત્રી અને આ ત્રણ ભાઇઓ વચ્ચે 200 કરોડ રૂપિયા કિંમતની 50 એકડ જમીનને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. આ 50 એકડ જમીનના કારણે ત્રણેય ભાઇને કિડનેપ કરવામાં આવ્યા હતા.