Former AAP leader Vijay Suwala likely to join BJP?
ગાંધીનગર /
બીજું કંઇ ના ખપે! AAPમાં મોહભંગ બાદ વિજય સુવાળા આ પાર્ટીમાં જોડાઇ તેવા એંધાણ
Team VTV05:07 PM, 16 Jan 22
| Updated: 05:19 PM, 16 Jan 22
વિજય સુવાળા ભાજપમાં જોડાય એ દિવસ આવે તેવી શક્યતા, ટાઈમ નક્કી નથી પણ સુવાળાને કમલમથી તેંડુ આવ્યાની ચર્ચા તેજ
વિજય સુવાળા જોડાઈ શકે છે ભાજપમાં
AAPનો મોહભંગ થતા ઘરવાપસી કરે તેવા એંધાણ
સુવાળાને કમલમથી તેંડુ આવ્યાની ચર્ચા
ગુજરાતમાં AAPને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ઉત્તર ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળાએ AAP પાર્ટીને ટાટા બાય બાય કહી દીધું છે હાલ AAP પાર્ટીના નેતાઓ સુવાળાને મનાવવા લાગી ગયા છે પણ મન બનાવી ચૂકેલા વિજય સુંવાળા હવે આપને દૂરથી સલામ કહી રહ્યા છે. ત્યારે હાલ અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુવાળાને કમલમથી તેંડુ આવ્યાની ચર્ચાએ જોર પકડયું છે. AAPનો મોહભંગ થતા સુંવાળા ફરી ઘરવાપસી કરે તેવા એંધાણ થઈ રહ્યા છે એટલે કે વિજય સુવાળા હવે અવાનાર દિવસોમાં ભાજપમાં જોડાઈ શકે તેની પૂરેપૂરી શક્યતાઓ છે.
વિજય સુવાળા છેલ્લા ઘણા સમયથી નારાજ
વિજય સુંવાળા છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદના પગલે નારાજ હતાં જેને લઈને આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી નિષ્ક્રિય થઈ ગયા હતાં. તેવામાં હવે રાજીનામા મુદ્દે વિજય સુંવાળાએ ગઈકાલે VTV સાથેની વાતચીતમાં મોટું નિવેદન આપ્યું હતું. નવા પક્ષને ખૂબ જ સફળતા મળી છે. હું AAPમાંથી રાજીનામું આપુ છું. હું શાંતિથી મારા કાર્ય કરવાનો છું. લોકોએ મને ગીતોમાં પ્રેમ આપ્યો છે. કોઇપણ પક્ષ મહેનત કરશે તો સફળતા મળશે. મને કોઇ રાજનૈતિક દબાણ નથી. ગુજરાતના દરેક પક્ષ મને પ્રમે આપશે.
ઇસુદાન ગઢવી સાથે બેઠક બાદ વિજય સુવાળાએ કહ્યું હતું કે, નિર્ણય અંગે પુનઃ વિચાર કરીશ
લોકગીત ગાયક વિજય સુવાળાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામાની જાહેરાત કરતાની સાથે જ આપ નેતાઓ તેમને મનાવવાના પ્રયાસોમાં લાગી ગયા હતા. ગઈ કાલે શનિવારે આપ નેતા ઈશુદાન ગઢવી વિજય સુવાળાને અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાને મનાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સુવાળા સાથે 45 મિનિટ બંધબારણે બેઠક યોજી હતી, અહીં તેમને મનાવવાના પ્રયત્નો કર્યા. બેઠક બાદ સુવાળાએ જણાવ્યું કે તેઓ પોતાના નિર્ણય અંગે પુનઃર્વિચાર કરશે.તો ઇસુદાને પણ જણાવ્યું કે માલધારી સમાજના અગ્રણી વિજયભાઈને આપે ઉત્તર ગુજરાતની જવાબદારી સોંપી હતી. તેઓ વ્યસ્તતાને કારણે યોગ્ય સમય ના આપી શકતા હોવાથી રાજીનામાંની વાત કરી હતી. જો કે અમને વિશ્વાસ છે કે તેઓ આપ નો સાથ નહીં છોડે.