બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Form filling for GUJCET exam starts from today
Priyakant
Last Updated: 11:16 AM, 6 January 2023
ADVERTISEMENT
ગુજરાતમાં આજથી વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થવાની છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ડિગ્રી, ફાર્મસી કે એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તે વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ આપવી ફરજિયાત છે.
મહત્વનું છે કે, ગુજકેટ ની પરીક્ષા માટે 6 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરીને 350 રૂપિયા ફી ઓનલાઈન ભરવાની રહેશે. ઓનલાઇન ફોર્મ ભરતા કોઈપણ પ્રકારની ભૂલ ન થાય તેની ખાસ તકેદારી વિદ્યાર્થીઓએ રાખવી પડશે. વિગતો મુજબ વેબસાઈટ www.gseb.org અને gujcet.gseb.org પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
ADVERTISEMENT
જાણો કેવી રીતે ભરશો ફોર્મ ?
સૌ પ્રથમ ગૂગલ પર www. gseb.org કે gujcet. gseb.org સર્ચ કરવું અને તેમાં GSEB પર ક્લિક કરવાનું રહેશે. જેમાં ગુજરાત બોર્ડ,સ્કૂલ રજિસ્ટ્રેશન સહિતના વિકલ્પ મળશે જેમાં ગુજકેટ- 2023નો વિકલ્પ વિદ્યાર્થીઓએ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ ગુજકેટ રજિસ્ટ્રેશનનો વિકલ્પ ખુલશે જેમાં લોગ ઇન કરવાનું રહેશે. જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેમને નીચે ન્યુ કેન્ડીડેટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે જેમાં રજિસ્ટ્રેશનનું નવું પેજ ખુલશે. આ નવા પેજમાં સરનેમ, વિદ્યાર્થીનું નામ, વાલીનું નામ લખવાનું રહેશે. મોબાઈલ નંબર, 2 વખત ઈમેલ એડ્રેસ, 2 વખત પાસવર્ડ લખીને કેપચા કોર્ડમાં ટોટલ કરીને વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરીને વિદ્યાર્થીએ લોગ ઇન કરવાનું રહેશે.
આ તરફ લોગ ઇન કર્યા બાદ વિદ્યાર્થીઓને પેમેન્ટનું વિકલ્પ દેખાશે જેમાં ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ sbi epay ખુક્ષે જેમાં 350 રૂપિયા ડેબીટ/ક્રેડિટ કાર્ડ અથવા નેટબેન્કિંગ દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે.ઓનલાઇન પેમેન્ટ ના કરવું હોય તે sbi બેંકમાં જઈને ચલણ દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા બાદ ગુજેક્ટ 2023નું નવું પેજ ખુલશે, જેમાં વિદ્યાર્થીની વિગત લખવાની રહેશે.જેમાં કેન્ડીડેટ નામમાં સૌ પ્રથમ અટક, નામ અને પિતાનું નામ લખવાનું રહેશે. જન્મ તારીખમાં કેલેન્ડર મુજબ ધ્યાનથી જન્મ તારીખ લખવી, કાસ્ટ, પરિવારનીઆવક, આધારકાર્ડ નંબર વિદ્યાર્થીનો, 2 લાઈનમાં એડ્રેસ, સ્ટેટમાં ગુજરાત, જિલ્લામાં જે જિલ્લામાં વસવાટ કરતા હોય તેનું નામ, તાલુકો, ગામનું નામ, પીનકોડ અને ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરીક્ષાની વિગત ભરવાની રહેશે. જેમાં બોર્ડ કોર્ડ લખવાનું રહેશે, જેમાં વિકલ્પ પસંદ કરતાં ગુજરાત હાયર સેકેન્ડરી બોર્ડનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. HSC બોર્ડના વર્ષમાં અગાઉ 2023નું વર્ષ પસંદ કરવાનું રહેશે. A, B અથવા AB જે ગ્રૂપ હોય તે પસંદ કરવાનું રહેશે. મીડિયમમાં ઈંગ્લીશ કે ગુજરાતી જે મીડીયમ હોય તે મીડીયમ પસંદ કરવાનું રહેશે.
આ સાથે બોર્ડની વિગત બાદ સ્કૂલની વિગત ભરવાની રહેશે જેમાં સ્કૂલ કોર્ડ સ્કૂલ દ્વારા આપવામાં આવે તે અને ના હોય તો સ્કૂલમાં જઈને સ્કૂલનો કોર્ડ લેવાનો રહેશે. સ્કૂલ કોર્ડ લખતા જ નીચે ઓટોમેટિક સ્કૂલનું નામ આવી જશે, સ્કૂલનું નામ ના આવે તો કદાચ કોર્ડ ખોટો હોય શકે છે. સેન્ટર કોર્ડના બોક્સમાં સેન્ટરનો કોર્ડ લખવાનો રહેશે .નીચે વિદ્યાર્થીનો ફોટો તથા એક કોરા પેજમાં સહી કરીને તેના ફોટા પાડીને તે ફોટા અપલોડ કરવાના રહેશે. આ ફોટા jpeg અને 50 kb ના જ હોવા જોઈએ. બધી વિગત ભર્યા બાદ એક વાર ફરીથી વિગત ચેક કરીને સેવ કરવાનું રહેશે. સેવ કર્યા બાદ pdf ખુલશે, pdf ને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કઢાવી સાચવવાની રહેશે અને પરીક્ષા અગાઉ હોલ ટીકીટ મેળવવાની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT