બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફોનનો પાસવર્ડ ભૂલી ગયા અને ફોન લોક છે, હવે શું કરવું? આ ટ્રિકથી મિનિટમાં થઈ જશે અનલોક

ટેક્નો / ફોનનો પાસવર્ડ ભૂલી ગયા અને ફોન લોક છે, હવે શું કરવું? આ ટ્રિકથી મિનિટમાં થઈ જશે અનલોક

Last Updated: 06:00 PM, 11 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે કેટલીક વાર પાસવર્ડ બદલી નાખીએ છીએ પણ પછી એ જ પાસવર્ડ યાદ રાખવામાં મુશ્કેલી સર્જાય છે. જો તમને પણ પાસવર્ડ યાદ રાખવામાં મુશ્કેલી આવતી હોય તો જાણી લો કે, આવી પરિસ્થિતિમાં ફોનને અનલોક કેવી રીતે કરવો.

ઘણીવાર આપણે મિત્રોના અને પરિવારના ડરથી વારંવાર મોબાઈલનો પાસવર્ડ બદલી નાખીએ છીએ. હવે સ્વાભાવિક છે કે, વારંવાર પાસવર્ડ બદલતા હોઈએ તો યાદ રાખવું કઠિન છે કે ફોનનો પાસવર્ડ શું હશે. એવાંમાં જો તમે પાસવર્ડ ભૂલી જાઓ તો ફોન અનલોક કરવો એ તમારા માટે કઠિન કાર્ય છે. જો તમને પણ ફોન અનલોક કરવામાં મુશ્કેલી આવતી હોય તો, આજે જ આ ટ્રિકને ફોલો કરો અને ફોન અનલોક કરો.

mobile-password-final.original

આ ટ્રિકથી થશે કામ સરળ

આ ટ્રિકને ફોલો કરવા તમારે લેપટોપમાં એક 'Dr.Fone' ઍપ્લિકેશન ઓપન કરવાની રહેશે. ઍપ્લિકેશન ઓપન કર્યા બાદ તમારે આઈફોનને લેપટોપ સાથે કનેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે એપ પર જઈને 'સ્ક્રીન અનલોક' ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ સ્ક્રીન પર 3 સ્ટેપ્સ જોવા મળશે,જેને તમારે ધ્યાનપૂર્વક ફોલો કરવાના રહેશે.

ફાઇન્ડ માય આઇફોન

જો તમારા સ્માર્ટફોનમાં 'Find My iPhone' ઇનેબલ હોય, તો તમે આના ઉપયોગથી ડેટા રીમોટલી હટાવી શકો છો અને ફોન રીસેટ પણ કરી શકો છો. આ પ્રોસેસથી તમારા મોબાઈલનો પાસવર્ડ નીકળી જશે અને તમે તમારા આઈફોનને ફરીથી સેટ કરી શકો છો. આમ જોવા જઈએ તો, આ ટેકનિક મોબાઈલ ચોરી થઈ જાય ત્યારે ઘણી કામમાં લાગે છે.

ટ્રિક વાપરતા પહેલા આ વાંચી લો

આ સ્ટેપ્સ ફોલો કરતા જ તમારો આઈફોન અનલોક થઈ જશે. ખાસ વાત ધ્યાનમાં રાખજો કે, આ એક થર્ડ પાર્ટી એપ છે. જેથી આનો ઉપયોગ કરો એ પહેલા ટર્મ્સ અને કન્ડિશન, ગૂગલ રિવ્યૂ-રેટિંગ પર એક નઝર મારી લેવી.

આ પણ વાંચો: એલર્ટ: ભૂલથી પણ ગૂગલ પર આ લાઇન સર્ચ ન કરતા, નહીંતર બધું જ હેક થઇ જશે!

PROMOTIONAL 12

કમ્પ્યુટર દ્વારા પણ ચેન્જ કરી શકો છો

તમે Mac અથવા Windows કમ્પ્યુટરનો ઉપયોગ કરીને પણ આઈફોનને રીસેટ કરી શકો છો. રીસેટ કરવા માટે 'iTunes' પર જવાનું રહેશે.

હવે તમે આઈફોનને રીકવરી મોડમાં નાખો. ત્યારબાદ 'iTunes'માં રિસ્ટોર ઓપ્શન પર ક્લિક કરો.

રિસ્ટોર કરતાંજ તમારો ફોન રીસેટ થઈ જશે અને નવો પાસવર્ડ તમે આસાનીથી સેટ કરી શકો છો.

આ બધી પ્રોસેસ કરો એ પહેલા, તમે તમારા મોબાઈલ ડેટાનો બેકઅપ લઈને રાખો તેનું ખાસ ધ્યાન રાખવું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dr.Fone application Smartphone iPhone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ