બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આખરે ફોરેસ્ટ ગાર્ડ ભરતી માટે 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર, વિદ્યાર્થીની માંગ સરકારે સંતોષી
Last Updated: 10:24 PM, 7 August 2024
ફોરેસ્ટ ગાર્ડની 823 જગ્યાઓ માટે 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ આખરે ગુજરાત ગૌણ સેવા પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાયું છે. ફોરેસ્ટ ગાર્ડના આંદોલન કરી રહેલા ઉમેદવારોની માંગણી ધ્યાને લઈ ગઈકાલે જ રાજ્ય સરકારે લિસ્ટ જાહેર કરવાની જાહેરાત કરી હતી, જ્યારે આજે આ લિસ્ટ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવ્યું છે
ADVERTISEMENT
ADVERTISEMENT
સંપૂર્ણ વિગતો સહિત લિસ્ટ જોવા માટે અહી ક્લિક કરો
અગાઉ 8 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, હસ્તકની જાહેરાત ક્રમાંક:FOREST/202223/1 "વન રક્ષક (Forest Guard)” વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીની કુલ-823 જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના 8 (આઠ) ગણા ઉમેદવારોની યાદી મંડળની વેબસાઇટ પર તા.31/07/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો
આ પણ વાંચો: 50 લાખ તિરંગાનું થશે વિતરણ, ચાર મહાનગરોમાં નીકળશે તિરંગા યાત્રા: હર્ષ સંઘવીએ જણાવ્યો સાપ્તાહિક પ્લાન
25 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ
'વન રક્ષક (Forest Guard) વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની કુલ-823 જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના 25 (પરચીસ) ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરાઈ છે. જેમાં જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લાઇડ કેટેગરી તથા ટ્રીટેડ કેટેગરી સાથેના રોલનંબર પ્રમાણેની યાદી તથા જિલ્લાવાઇઝ કટઓફ માર્કસની શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા 25 ગણા ઉમેદવારોની યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં અગાઉની આઠગણા યાદીમાંના ઉમેદવારોનો સમાવેશ થયેલો છે. જેની સંબંધિતોએ નોંધ લેવી તેવું ગૌણ સેવા પસંદગી મંડળના પરિપત્રમાં જણાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.