બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વન રક્ષકની ભરતીને લઈ મોટા સમાચાર, શારીરિક કસોટી માટે વધારે ઉમેદવારોને બોલાવવા સરકારની સૂચના
Last Updated: 08:56 PM, 6 August 2024
વન રક્ષકની ભરતીમાં શારીરિક કસોટી માટે 25 ટકા ઉમેદવારોને બોલાવવાનો નિર્ણય કરાયો છે. અત્રે જણાવીએ કે, 8 ટકાને બદલે 25 ટકા ઉમેદવારોને બોલાવવા સરકારે સૂચના આપી છે. સાથો સાથ સરકારે ઉમેદવારોને ગુણ જાહેર કરવા માટે પણ હકારાત્મકતા દર્શાવી છે. વન રક્ષક ભરતી માટે ઉમેદવારોની માંગ અંગે મુખ્યમંત્રી કક્ષાએ ચર્ચા કરવામાં આવી છે
ADVERTISEMENT
વન રક્ષકની કુલ 823 જગ્યા માટે ભરતી પરીક્ષા
ADVERTISEMENT
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ માટે Forest Guard વર્ગ-3 સંવર્ગની કુલ 823 સીધી ભરતી છે
અગાઉ 8 ગણા ઉમેદવારો બોલાવવાનો પરિપત્ર કર્યો હતો
શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના 8 ગણા મુજબ જિલ્લાવાઇઝ, કેટેગરીવાઇઝ અને મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લીકેશન કેટેગરી, કેટેગરીવાઇઝ કટઓફ માર્કસ તથા જગ્યા સામેની ટ્રીટેડ કેટેગરી રોલનંબરની કામચલાઉ યાદી તારીખ 31-7-2024 ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જો કે હવે 25 ગણા બોલાવવાનો નિર્ણય લેવાયો છે
આ પણ વાંચો: ગુજરાતમાં 67 ટકાથી વધુ નોંધાયો સિઝનનો સરેરાશ વરસાદ, જાણો આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે
પરિણામ જાહેર કરવાની માંગ સાથે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો
ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ગાંધીનગર ખાતે ઉમેદવારો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ઉમેદવારો દ્વારા બેઠક વધારવા, પરિણામ જાહેર કરવાની માંગ સાથે દેખાવો કર્યો હતો. થોડા સમય પહેલા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિપત્ર જાહેર કરાયો હતો. જેમાં જણાવ્યું હતું કે, મંડળની પ્રણાલિકા અનુસાર પ્રમાણે ઉક્ત શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવાના રહેતા નથી. ઉમેદવારોએ CBRT પરીક્ષામાં મેળવેલ ગુણની વિગતો ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ જણાવામાં આવ્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Narendra Modi Birthday / RSS સ્વયંસેવકથી PM બનવા સુધીની સફર, દેશ માટે મોદી સરકારના મોટા નિર્ણયો જેને લોકોએ વધાવ્યા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT