forest department four youths arrested tiktok video with snake balasinor mahisagar
મહિસાગર /
Tiktokની ઘેલછામાં સાપ સાથે બનાવ્યો વીડિયો અને પછી થયું આવું, જુઓ Video
Team VTV09:26 PM, 08 Mar 20
| Updated: 09:29 PM, 08 Mar 20
મહીસાગર જિલ્લામાં સાપ સાથે ટિકટોક વીડિયો બનાવતા 4 શખ્સોને ભારે પડ્યું છે. બાલાસિનોરના 4 શખ્સોએ ટિકટોકની ઘેલછામાં સાપને સળગાવવાનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાયરલ થતા વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વનવિભાગે 4 શખ્સોની ધરપકડ કરીને કાર્યવાહી હાથધરી છે.
ટિકટોકની યુવાનોમાં ઘેલછા
સાપને સળગાવવાનો વીડિયો બનાવ્યો
4 શખ્સોની વનવિભાગે કરી ધરપકડ
મહિસાગર બાલાસિનોરના ગધાવાડા ગામે 4 શખ્સો દ્વારા સાપ સાથે ટિકટોક વીડિયો બનાવી અપલોડ કરવામાં આવ્યો હતો. જેને લઇને આ ચારેય શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. સાપને મારી નાખ્યા બાદ તેની સાથે વીડિયો બનાવ્યો હતો. બાદમાં તેને સળગાવતા હોવાનો પણ વીડિયો ટિકટોક પર અપલોડ કર્યો હતો.
આ મામલે બાલાસિનોર રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને નાયબ વન સંરક્ષકે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં તેને કોર્ટમાં રજૂ કર્યા હતા. આરોપીઓ સામે વન્ય જીવને મારી નાખી પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.