બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / વીડિયોઝ / વિદેશી મહિલાઓનો રજનીકાંતના સોન્ગ પર ડાન્સ, રસ્તા પર લોકો જોતા જ રહી ગયા, જુઓ વીડિયો
Last Updated: 11:44 PM, 15 October 2024
Woman Dances On Rajnikanth Song: રજનીકાંતના ગીત પર વિદેશી મહિલાઓએ ચોક પર સાડી પહેરીને ડાન્સ કરવાનું શરૂ કર્યું આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમે પણ ડાન્સ કરવા લાગશો. કેટલીક વિદેશી મહિલાઓનું ગૃપ ભારતીય ફિલ્મના ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. આટલી જોરદાર રીતે કરવામાં આવેલ ડાન્સ જોઈને તમે પણ ખુશ થઈ જશો. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઇન્સ્ટાગ્રામ મહિલાઓના ડાન્સની અસંખ્ય રીલ્સ જોવા મળે છે. લોકો આને ખૂબ જુએ છે અને શેર કરે છે. પરંતુ કેટલીકવાર આપણે સ્ક્રોલ કરતી વખતે કેટલાક આવા વિડીયો પણ જોતા હોઈએ છીએ જે ખરેખર ખૂબ જ મજેદાર હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલીક વિદેશી મહિલાઓ રજનીકાંતના ગીત પર ડાન્સ કરી રહી છે.
આ વીડિયો જોઈને તમારી આંખો ચકીત થઇ જશે. તમામ મહિલાઓએ સાથે મળીને એટલો શાનદાર ડાન્સ કર્યો છે કે કોઈપણ તેમના વખાણ કરવા લાગશે. આ વિડિયોમાં મલેશિયાની મહિલાઓ સાડી પહેરીને ચોકની વચ્ચે રજનીકાંતના ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. તેમની ચાલથી લઈને લિપ સિંક સુધી કમાલ છે. તેમનું દમદાર પ્રદર્શન ખરેખર લાજવાબ છે.
આ પણ વાંચોઃ તમે જોયો કે નહીં! વંદે ભારત સ્લીપરની અંદરનો સામે આવ્યો અદભૂત નજારો, જુઓ વીડિયો
મલેશિયન મહિલાઓનું પરફોર્મસ
આ વીડિયોમાં લગભગ ચાર મહિલાઓ એકસાથે પરફોર્મ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર આ શેર કરવામાં આવ્યું છે. તે કિલી પોલની જેમ હિન્દી ગીતો પર ડાન્સ કરતી પણ જોવા મળે છે. આ વીડિયોને લગભગ 5.3 મિલિયન વ્યૂઝ મળ્યા છે.
રજનીકાંતનો જલવો
આ વીડિયો પર ઘણા યુઝર્સે પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે. એક યુઝરે લખ્યું છે - તેમએ ઘણા ભારતીયો કરતા સારું કરી બતાવ્યુ છે. અન્ય એક યુઝરે લખ્યું- આજકાલ સાઉથ ઇન્ડિયન ગીતોની બોલબાલા છે. ત્રીજાએ લખ્યું છે - રજનીકાંતનું આ ગીત છે, હંગામો તો થવાનો જ હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.