Foreign Minister Jaishankar response to Joe Biden Statement
પ્રતિક્રિયા /
જૉ બાયડનની ટિપ્પણી પર ભારતનો સણસણતો જવાબ, વિદેશમંત્રી જયશંકરે કહ્યું, રાષ્ટ્રહિતમાં લીધા તમામ નિર્ણય
Team VTV04:31 PM, 24 Mar 22
| Updated: 04:33 PM, 24 Mar 22
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડાયને ભારત ટિપ્પણી કરતા પર યુક્રેનને લઈને અસ્થિર હોવાનો આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં વિદેશમંત્રીએ સંસદમાં કહ્યું કે તમામ નિર્ણયો રાષ્ટ્રીય હિતમાં લેવાયા છે.
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે તમામ નિર્ણયો રાષ્ટ્રીય હિત માટે લેવામાં આવે છે
અમેરિકી રાષ્ટ્રપતિએ ભારત પર યુક્રેનને લઈને અસ્થિર હોવાનો આરોપ લગાવ્યો
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં બંને દેશોએ ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. જેનો પ્રભાવ સમગ્ર દુનિયા પર પડ્યો છે. આ યુદ્ધને લઈને જ્યાં અમેરિકા સહિત પશ્ચિમી દેશો યુક્રેનનું સમર્થન કરી રહ્યા છે ત્યાં ભારતે બંનેમાંથી એક પણ દેશનું સમર્થન કર્યું નથી. જો કે આ દરમિયાન ભારતે યુદ્ધને ખતમ કરવાની અપીલ પણ કરી અને યુક્રેનને મદદ પણ પહોંચાડી છે.
ભારત પર લાગ્યો હતો આરોપ
આ બધા વચ્ચે ભારત પર યુક્રેન મુદ્દે અસ્થિર રહેવાનો આરોપ લાગતો રહ્યો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ ટિપ્પણી કરી હતી કે ભારત યુક્રેન મુદ્દે ડામાડોળ (અસ્થિર) છે.
રાષ્ટ્રહિતમાં નિર્ણય
આ ટિપ્પણી પર સંસદમાં જવાબ આપતા વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતીય વિદેશ નીતિના નિર્ણય રાષ્ટ્રહિતમાં લેવાય છે.
રશિયાનો પ્રસ્તાવ
આ બાજુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા દ્વારા યુક્રેનમાં માનવીય સંકટ પર પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જેના પર ભારત સહિત 13 સભ્ય દેશોએ મતદાનથી અંતર જાળવ્યું. રશિયા દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવથી દૂર રહીને ભારતે રશિયા-યુક્રેન સ્થિતિ પર પોતાનું વલણ યથાવત રાખ્યું છે. રશિયાના પક્ષમાં મત નહીં પડવાથી UNSC એ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં. ભારત અને UNSC ના 12 સભ્ય દેશોએ પ્રસ્તાવ પર મતદાન ન કર્યું.