હવામાન / કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં આ તારીખે વાવાઝોડા સાથે વરસાદની આગાહી

કોરોના વાયરસના કહેર વચ્ચે હવે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. ગુજરાતમાં આગામી 24થી 27 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે ગુજરાત માટે વોવાઝોડા સાથે કમોસમી વરસાદ ખતરો બનશે. સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાતા વાતાવરણમાં પલટો આવશે. દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાત, કચ્છમાં વરસાદ પડશે. 26 અને 27 માર્ચે વડોદરા, આણંદ, ખેડા, સુરત, નવસારીમાં વરસાદ પડી શકે છે. જ્યારે વલસાડ, તાપી, બોટાદ, ડાંગ, નર્મદા, દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઇ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ