બાળકો ભણવા માટે જંગલમાં જવા મજબૂર, એક એવું ગામ જ્યાં છત વગરની છે શાળા

By : kaushal 06:36 PM, 11 July 2018 | Updated : 06:36 PM, 11 July 2018
દેશની એક એવી શાળા જ્યાં ન તો દિવાલ છે..ન તો બ્લેક બોર્ડ છે...ન તો છત છે. જાણીને તમને પણ આશ્ચર્ય લાગશે. પરંતુ આ છે આધુનિક ભારતની શાળા. જ્યાં બાળકોને શિક્ષણ તો મેળવવું છે. પરંતુ સરકારની આડોડાઈ કહીએ કે પછી શિક્ષણ પ્રત્યે સરકારની બેદરકારી. જ્યાં શિક્ષણ મેળવવા માટે બાળકો જંગલમાં બેસે છે.

જ્યાં કોઈ વ્યક્તિ ફરકતા પણ ડરે તેવા સ્થળે ડર અને ભય ભૂલીને બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. ઉધમપુરની દીકરીઓ જેને ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડે છે. તથા બાળકોને જંગલમાં અભ્યાસ કરતા ડર લાગી રહ્યો છે. આ બાળકોને જરૂર છે એક છતની. એક શાળાની. જે અહીં નથી. શું આ બાળકો પાસે પહેલાથી જ શાળા નથી ? 


ના એમ નથી. ઉધમપુરમાં આવેલા આ ગામમાં શાળા તો હતી. પરંતુ 2014માં આવેલા ભારે પૂરના કારણે આ વિદ્યાર્થીઓએ શાળા ગુમાવી દીધી. પૂરમાં તેમની શાળા ધ્વસ્ત થઈ ગઈ. શિક્ષકનું માનીએ તો 2014થી લઈને અત્યાર સુધી તંત્ર અને સરકાર સુધી અનેક રજૂઆતો કરી ચૂક્યા છીએ. જોકે આજ દિન સુધી એટલે કે 4-4 વર્ષ વિતી ગયા તેમ છતાં અહીં બાળકોના અભ્યાસ માટે કોઈ જ સુવિધા ઉભી નથી કરાઈ. મહત્વનું છે કે 2014થી લઈને અત્યાર સુધી કોઈપણ સરકારી અધિકારીએ આ મુદ્દે તપાસ કરવાની તસ્દી નથી લીધી.

સરપંચ પણ કહી રહ્યા છે. કે અનેક રજૂઆતો કરી તેમ છતાં બાળકોના ભવિષ્ય અંગે સરકારને કંઈ જ નથી પડી. જ્યારે આ મામલે ડેપ્યુટી કમિશનરનો સંપર્ક સાધ્યો તો ત્યારે તેમણે જણાવ્યું કે ફંડ તો ફાળવાયું હતું. તો શાળાનું કાર્ય કેમ પૂર્ણ ન કરાયું. અને આ મામલે તેમણે પણ તપાસ કરવાનું આશ્વાસન આપીને હાથ ઉંચા કરી લીધા. ત્યારે સવાલ એ છે કે સરકાર સર્વ શિક્ષા અભિયાન અને બેટી બચાઓ બેટી પઢાઓના સુત્ર આપી રહી છે. અને બાળકોને શિક્ષણ મળે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર આ બાળકોની પૂકાર ક્યારે સાંભળશે.Recent Story

Popular Story