ધોની-સચિનને પછાડીને વિરાટ બન્યો સૌથી વધુ કમાણી કરતો ભારતીય સ્પોર્ટ્સ સેલિબ્રિટી

By : juhiparikh 11:34 AM, 06 December 2018 | Updated : 11:34 AM, 06 December 2018
Forbes Indiaએ ભારતના સૌથી વધુ કમાણી કરતા 100 સેલિબ્રેટીઝની યાદી બહાર પાડી છે. જેમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી સૌથી વધુ કમાણી કરનાર બીજો સેલિબ્રેટી બની ગયો છે. નંબર 1 પર બોલિવુડના દબંગ કહેવાતા સલમાન ખાન છે.  વિરાટ કોહલીની વાર્ષિક કમાણી 228 કરોડ આંકવામાં આવી છે. સૌથી વધુ કમાણી મામલે ત્રણ ગુજરાતી ક્રિકેટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી વધુ કમાણી મામલે ટોપ-100માં 21 સ્પોર્ટ્સ પ્લેયરનો સમાવેશ થાય છે. જેમાં ક્રિકેટ, બેડમિન્ટન,ટેનિસ, બોક્સિંગ અને ગોલ્ફર સામેલ છે.

ટોપ 10માં ત્રણ ક્રિકેટર:

વિરાટ કોહલી સિવાય અન્ય 2 ક્રિકેટરનો ટોપ-10 સેલિબ્રિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એમએસ ધોની અને સચિન તેંડુલકરનું નામ સામેલ છે. ધોની 101.77 કરોડની કમાણી સાથે પાંચમા નંબર પર જ્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર 80 કરોડની કમાણી સાથે નવમાં નંબર પર છે. તો બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ 36.5 કરોડની કમાણી સાથે 20માં નંબર પર છે, જ્યારે સાઇના નેહવાલ 16.54 કરોડની કમાણી સાથે 58માં સ્થાન પર છે. ગોલ્ફર આનિબાન લાહિરી 11.99 કરોડની કમાણી સાથે 81નાં સ્થાન પર છે, તો બીજી તરફ ગોલ્ફર શુભાંકર શર્મા 4.5 કરોડની કમાણીની સાથે 98ના નંબર પર છે.  

ત્રણ ગુજરાતી ક્રિકેટરનો પણ સમાવેશ:

ફોર્બ્સે જાહેર કરેલી આ યાદીમાં કમાણી મામલે ત્રણ ગુજરાતી ક્રિકેટરનો પણ સમાવેશ થાય છે. જેમાં હાર્દિક પંડ્યા 28.46 કરોડની કમાણી સાથે 27માં નંબર પર છે. જ્યારે જસપ્રિત બુમરાહ 16.42 કરોડની કમાણી સાથે 60માં નંબર પર છે.જ્યારે રવિન્દ્ર જાડેજા 15.39 કરોડની કમાણી સાથે 68માં ક્રમ પર છે. Recent Story

Popular Story