કાર્યવાહી / મુસાફરોની સલામતી માટે ST વિભાગ હરકતમાં, મુસાફરી પહેલાં ડ્રાઈવરોની આ રીતે થશે ચેકિંગ

સુરતમાં એસટી વિભાગ હરકતમાં આવ્યું છે. એસટી બસના ડ્રાઇવરો દારૂ પીને બસ ચલાવતા હોવાની અનેક ફરિયાદો બાદ હવે એસટી વિભાગે એસટી બસના ડ્રાઇવરોનું બ્રેથ એનલાઇઝરથી ચેકિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ચેકિંગ બાદ જ ડ્રાઇવરને સીટ પર બેસવા દેવાશે. સીટ પર બેસતા પહેલા બ્રેથ એનલાઇઝરથી ચેકિંગ કરવામાં આવશે અને રિપોર્ટ નેગેટિવ બતાવશે તો જ ડ્રાઇવિંગની મંજૂરી મળશે. જ્યારે રિપોર્ટ પોઝિટિવ આવે તો ડ્રાઇવર સામે કાર્યવાહી કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ