Coronavirus / World LIVE: સારા સમાચાર; માર્ચ પછી પહેલી વખત હોંગકોંગમાં કોરોના વાયરસનો એક પણ નવો દર્દી નહીં

for the first time in 68 years birthday celebration of queen elizabeth of britain cancelled due to coronavirus, Wish to send...

વિશ્વમાં કોરોના વાયરસના કહેરને લીધે મૃત્યુ આંક 1.60 લાખને પાર થઈ 168,008 થઈ ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં 2,444,698 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે સારી બાબત એ છે કે 640,342 લોકો સાજા થઈ ચૂક્યા છે. જેથી હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,636,348 થઈ છે. પીએમ બોરિસ સાજા થતા તેઓએ કામ શરુ કરી દીધુ છે. બીજી તરફ બ્રિટનના મહારાણીના જન્મ દિવસના કાર્યક્રમો રદ કરવામા આવ્યા છે. તેમના જન્મદિને અપાતી તોપોની સલામી બંધ રાખવામાં આવી છે. જ્યારે કોરોનાનું મૂળ ચીન તેમાંથી બહાર આવી ગયું છે. તે લોકોને શોપિંગ મોલમાં આકર્ષવા માટે ડાન્સિંગ અને મ્યૂઝિકના કાર્યક્રમો કરી રહ્યું છે. જ્યારે અમેરિકા ત્યાં કોરોનાની તપાસ માટે વિશેષજ્ઞોની ટીમ મોકલવા ઈચ્છે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ