બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / For living in this foreign city of italian you will get Rs 25 lakhs

આકર્ષક ઑફર / શું વાત છે! વિદેશના આ શહેરમાં વસવાટ બદલ મળશે રૂ. 25 લાખ! શું તમે જવા ઇચ્છશો?

Arohi

Last Updated: 11:53 AM, 22 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની બહાર એક એવો દેશ પણ છે, જ્યાં તમારે રહેવા માટે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. પરંતુ સરકાર જ તમને આ માટે 25 લાખ રૂપિયાથી વધુની ઓફર કરી રહી છે.

  • ફોરેનમાં આવેલો છે એક અનોખો દેશ 
  • ત્યાં રહેવા માટે સરકાર આપે છે પૈસા 
  • સરકાર કરી રહી છે 25 લાખની ઓફર 

જો અમે તમને કહીએ કે એક એવું શહેર છે જ્યાં વસવાટ કરવાના બદલામાં લોકોને લાખો રૂપિયાની ઓફર કરવામાં આવે છે. તો તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હશે? સ્વાભાવિક છે કે તમને અમારી વાત મજાક લાગશે. આ વાત એકદમ સાચી છે. 

ભારતની બહાર એવો એક દેશ છે જ્યાં ઉલટી ગંગા વહે છે. અહીં રહેવા માટે તમારે પૈસા ખર્ચ નહીં કરવા પડે. પરંતુ સરકાર પોતે આ માટે તમને 25 લાખ રૂપિયાથી વધુ આપવા તૈયાર છે. જી હા, સાઉથ-ઈસ્ટ ઈટાલીના Presicce શહેરના અધિકારીઓએ જાહેરાત કરી છે કે તેઓ લોકોને શહેરમાં ખાલી પડેલા મકાનો ખરીદવા અને સ્થાયી કરવા માટે 30,000 યુરો આપશે.

માનવ વસ્તી ફરી વસાવવા માટે સરકારની ઓફર 
સ્થાનીક પાર્ષદ અલ્ફ્રેડો પોલીસ અનુસાર લગભગ વિરાન થઈ ચુકેલા શહેરની અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા માટે આ યોજના અમે બનાવી છે. તેના બેઠળ 1991થી પહેલા બનેલા ઘણા ખાલી મકાનોમાં લોકો ફરી વસવાની તૈયારી છે. 

કથિત રીતે આ મકાન તેના માલિકો દ્વારા છોડી દેવામાં આવ્યા છે. પાર્ષદનું કહેવું છે કે આ મકાન પ્રાકૃતિક દશ્યોથી ભરેલા છે. તેના ઉપરાંત શહેર ઔતિહાસિક રીતે અદભુત વાસ્તુકલાનું પણ કેન્દ્ર રહ્યું છે. આ કમાલની ઓફર માટે અરજી પ્રક્રિયા પ્રેસિચની વેબસાઈટ પર જલ્દી શરૂ કરવામાં આવી શકે છે. વધુ જાણકારી માટે તમે આ વેબસાઈટ પર જઈને ચેક કીર શકો છો. 

કેટલામાં ખરીદી શકાશે ઘર? 
જણાવી દઈએ કે વિસ્તારમાં રહેલા મકાનોની કિંમત લગભગ 25 હજાર યુરો છે. આટલા પૈસામાં તમને અહીં 50 વર્ગ મીટરનું ઘર ખરીદી શકશે. મહત્વની વાત એ છે કે તમે આ સપનાને પુરૂ કરવા માટે સરકાર તમને પૈસા પણ આપી રહી છે. તે પણ 25 લાખ રૂપિયાથી વધારે. જણાવી દઈએ કે તેની પાસે જ સાલેંટો શહેર છે. જ્યાં તમને ચોખ્ખા પાણીની સાથે સાથે સાંતા મારિયા ડિ લેઉકાનો શાનદાર બીચ જોવા મળશે. 

આ પહેલા પણ ઈટલી કંઈક આ રીતે જ ઓફર આપીને ચર્ચામાં આવ્યું હતું. ત્યારે કલૈબ્રિયામાં લોકોને વસવા માટે સરકારે 24.76 લાખ રૂપિયાની ઓફર આપી હતી. ત્યારે અર્થવ્યવસ્થાને વધારવા માટે અહીં લોકોને નવો વ્યવસાય પણ શરૂ કરવામાં કહેવામાં આવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

OMG foreign city italian ઈટલી ભારત italy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ