For Additional Safety In Private And Commercial Vehicles, The Central Government Has Issued A Notification
તમારા કામનું /
વાહનચાલકો ખાસ વાંચી લેજો, માર્ગ અકસ્માતને રોકવા સરકારે લીધો આ મોટો નિર્ણય
Team VTV07:59 PM, 16 Dec 20
| Updated: 09:13 PM, 16 Dec 20
કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતોને રોકવા માટે મોટા પગલા લેવા જઈ રહી છે. સરકાર ખાનગી અને વ્યવસાયિક વાહનોમાં સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમમાં મેન્યુઅલ સિસ્ટમને સામેલ કરવાની સાથે ઓવર સ્પીડ અલાર્મ સિસ્ટમ, ડ્રાઈવર અસિસ્ટ માટે એરબેગ્સ અને સીટ બેલ્ટ અલાર્મ સિસ્ટમની જોગવાઈ કરવા જઈ રહી છે.
વાહનચાલકો માટે આવ્યા કામના સમાચાર
અકસ્માત રોકવા સરકારે લીધો આ નિર્ણય
હવે આ સિસ્ટમ થશે લાગુ
માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ખાનગી અને વ્યવસાયિક વાહનોમાં વધારાની સલામતી માટે એક અલગ ડિવાઇસ લગાવવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સરકારે આ મામલે લોકો પાસેથી તેમના સજેશન અને ઓબ્જેક્શન પણ માંગ્યા છે.
સરકારના આ નિર્ણય બાદ હવે કારમાં અકસ્માત દરમિયાન દરવાજા જામ થવાની સમસ્યા હલ થશે. હકીકતમાં માર્ગ અકસ્માત અથવા આગ લાગવા દરમિયાન વાહનોની ઇલેક્ટ્રિક સિસ્ટમ ખરાબ થઈ જાય છે, જેના કારણે વાહનના દરવાજા લોક થઈ જાય છે. આનાથી વાહનની અંદર લોકોને સળગી જવાનું જોખમ વધી જાય છે. આ સમસ્યાને પહોંચી દૂર કરવા સરકાર દ્વારા ડ્રાફ્ટમાં વાહનોમાં મેન્યુઅલ દરવાજા ખોલવાની જોગવાઈ કરવામાં આવી છે.
ભાડાને લઈને કેબ કંપનીઓની મનમાની પર મોદી સરકારની સર્જિકલ સ્ટ્રાઈક
અગાઉ, મોદી સરકારે કેબ કંપનીઓની માંગ વધારા (પીક અવર) પર ભાડામાં વધારો કરવાની મર્યાદા નક્કી કરી છે. એટલે કે, હવે કેન્દ્ર સરકારના આ નવા નિર્ણયથી ઓલા અને ઉબેર જેવી કેબ કંપનીઓ પીક અવર્સમાં તમારી પાસેથી આડેધડ ભાડુ વસૂલ કરી શકશે નહીં. હવે પરિવર્તન પછી કેબ કંપનીઓ સર્જ પ્રાઇસિંગના નામે મૂળ ભાડાથી દોઢ ગણું વધુ ભાડું વસૂલ કરી શકશે નહીં.
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા જારી કરાયેલ મોટર વાહન એગ્રીગ્રેટર ગાઇડલાઇન્સ 2020 મુજબ, હવે એગ્રિગેટર કંપનીઓ મૂળ ભાડાથી દોઢ ગણું સુધી જ વધુ ભાડું લઈ શકશે. સાથે જ કંપનીઓને મૂળ ભાડાના 50 ટકા સુધીનું ઓછામાં ઓછું ભાડુ લેવાની મંજૂરી આપવામાં આવી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા જારી કરાયેલ મોટર વ્હીકલ એગ્રીગ્રેટર માર્ગદર્શિકા 2020 મુજબ હવે વાહનના ડ્રાઇવરને દરેક સવારીમાંથી ઓછામાં ઓછું 80% ભાડુ મળશે.