બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જુનાગઢની આબરુ કાઢી, 500 રુપિયાની લેતીદેતીમાં છરીના એક ઘાએ પડોશીને પતાવ્યો
Last Updated: 03:29 PM, 11 June 2024
ગુજરાતનું જુનાગઢ સાધુઓનું પિયર ગણાય છે, અહીં જગવિખ્યાત ગિરનારની ગોદમાં નવનાથ સિદ્ધ ચોરાશી સિદ્ધોના બેસણાં છે આવી પવિત્ર પાવન નગરીમાં લાખો કે કરોડો માટે નહીં પરંતુ ખાલી 500 રુપિયા માટે હત્યાનો બનાવ બનતાં પાવન નગરીને કલંક લાગ્યું છે. જુનાગઢમાં 500 રુપિયાની લેતીદેતી મામલે એક શખ્સે તેના પડોશીની હત્યા કરી નાખી હતી.
ADVERTISEMENT
મોડી રાતે ખેલાયો ખૂની ખેલ
જૂનાગઢના સક્કરબાગ નજીક રામદેવ પરા વિસ્તારમાં શખ્સે તેના પડોશી સંજય મકવાણાને છરીના એક ઘાએ પતાવી દીધો હતો. આરોપી શખ્સ અને મૃતક વચ્ચે 500 રુપિયાની વાતે ઝગડો થયો હતો અને મોડી રાતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી અને વાત વધી જતાં આરોપી ઉશ્કેરાયો હતો અને સંજયના છરીના જીવલેણ ઘા માર્યાં હતા જેમાં તેનું મોત થયું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 20 ટકાનો વધારો, મોંઘવારી વચ્ચે વાલીઓ પર વધુ એક બોજ
વંથળીની હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં
વંથલી તાલુકાના રવની ગામે થયેલી હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે ધુળેટીની રાતે ખૂની ખેલ ખેલાયો હતો. રવની ગામમાં સલીમ સાંઘ નામના યુવકની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.યુવાનને ત્રણ ગોળી મારી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.