બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 300 કરોડની સંપત્તિ માટે ઓફિસર વહુએ 82 વર્ષના સસરા પર કાર ફેરવી દીધી, રચ્યું ખૌફનાક કાવતરું
Last Updated: 06:52 PM, 12 June 2024
મહારાષ્ટ્રના નાગપુરમાં 82 વર્ષીયના એક વૃદ્ધના મોતના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વહુએ 300 કરોડની સંપત્તિ પચાવી પાડવા માટે પોતાના સસરાને કાર ફેરવીને મારી નખાવ્યાં હતા. વહુની નજર સસરાની મિલકત પર હતી અને પચાવી પાડવા માટે સસરાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આરોપી વહુ સરકારી ઓફિસર છે. વિભાગમાં પણ તેના ઘણા ગોટાળો સામે આવી ચૂક્યાં છે.
ADVERTISEMENT
For 300 Crore Property, She Allegedly Got Father-In-Law Killed, Paid 1 Crore https://t.co/Lfh935YP65 pic.twitter.com/1rrmdGTvpK
— Srinu (@srinu094) June 12, 2024
ડ્રાઈવરને પટાવીને જુની કાર લેવડાવી
ADVERTISEMENT
આ સંબંધમાં ટાઉન પ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ ડિરેક્ટર અર્ચના મનીષ પુટ્ટેવારની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ તેના સસરા પુરૂષોત્તમ પુટ્ટેવારને કાર દ્વારા કચડીને હત્યા કરવામાં આવ્યાના 15 દિવસ બાદ કરવામાં આવી છે. અર્ચના પુટ્ટેવારે આ હત્યા માટે લોકોને રાખ્યા હતા અને તેમને લગભગ 1 કરોડ રૂપિયાની સોપારી આપી હતી. તેણીએ તેના સસરાની હત્યા કરવા માટે જૂની કાર ખરીદવા માટે આરોપીને પૈસા આપ્યા હતા. તેણે હત્યાને અકસ્માતમાં ફેરવવાનું કાવતરું ઘડ્યું હતું. 53 વર્ષીય મહિલાએ કથિત રીતે તેના પતિના ડ્રાઈવર બાગડે અને અન્ય બે આરોપીઓ નીરજ નિમ્જે અને સચિન ધાર્મિક સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે તેમની સામે આઈપીસી અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ હત્યા અને અન્ય કલમોનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં બે કાર, સોનાના દાગીના અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. જે કારમાં આ હત્યા કરવામાં આવી હતી તે કાર થોડા દિવસ પહેલા જ ખરીદી હતી. વહુ અર્ચના પુટ્ટેવારે કાર ખરીદવાના બદલામાં આરોપીઓને 1 કરોડ ચુકવ્યાં હતા.
હોસ્પિટલથી પાછા આવતાં સસરા પર કાર ફેરવડાઈ
ઘટનાના દિવસે પુરુષોત્તમ પોતાની પત્ની શકુંતલાની ખબર કાઢવા હોસ્પિટલ ગયા હતા, શકુંતલાની તાજેતરમાં સર્જરી થઈ છે. ઘેર પાછા આવતી વખતે વહુએ રાખેલા ભાડૂતી હત્યારાઓએ તેમની પર કાર ફેરવી દીધી હતી અને તેમનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પુરુષોત્તમનો પુત્ર અને અર્ચનાનો પતિ ડોક્ટર છે.
નણંદના સંપત્તિના હિસ્સાની વિરૃદ્ધમાં હતી
નાગપુર પોલીસ કમિશ્નર રવિન્દ્ર સિંઘલે કહ્યું કે હત્યા પાછળનું કારણ સંપત્તિ વિવાદ છે. વાસ્તવમાં, પુરુષોત્તમ તેમની કરોડોની સંપત્તિનો અમુક હિસ્સો તેમની પુત્રીને પણ આપવા માંગતા હતા પરંતુ વહુ વિરૃદ્ધમાં હતી, આ અંગે પરિવારમાં ઘણા દિવસોથી ઝઘડો ચાલતો હતો. આ સમગ્ર કેસમાં પુત્રવધૂ સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કેસની તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.