બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના આ મંદિરે બોર ઉછાળવાની પરંપરા, બાળક બોલતું થઈ જાય છે, 200 વર્ષથી માન્યતા અકબંધ
Last Updated: 09:16 PM, 13 January 2025
પોષ સુદ પૂનમે નડિયાદ સંતરામ મંદિરમાં વિશેષ મહિમાં હોય છે. રાજ્ય નહીં પણ દેશનું એક એવું આ મંદિર છે, કે જ્યાં આ પોષી પૂનમનું અનેરુ મહત્વ રહેલું છે. પોતાનું વ્હાલસોયુ બાળક બોલતું ન હોય અથવા તો તોતડાપણું બોલતું હોય તો અહીંયા બોર ઉછાળવાથી બાળક વ્યવસ્થિત બોલતું થાય છે તેવી માનતા પ્રચલિત થઈ છે. ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સુપ્રસિધ્ધ સંતરામ મંદિરમાં આજે વર્ષોની પરંપરા મુજબ બોર ઉછામણી કરવા ભાવિકો રાજ્યના ખુણે ખુણેથી આવી રહ્યા છે.
ADVERTISEMENT
આસ્થાનુ સ્થાન સમા સંતરામ મંદિર નડિયાદ 'જન સેવા એ જ પ્રભુ સેવા' સુખને ચરિતાર્થ કરતી દરેક સ્તર અને ધર્મ-સંપ્રદાયના લોકોની સેવા માટે આખાય ગુજરાતમાં પંકાયેલ અવધૂત ની ગાદી છે . સંતરામ મહારાજ અને ગુરુ પરંપરાના મહંતો દ્વારા તપના તેજથી તપેલી ભૂમિ એટલે નડિયાદ સ્થિત આવેલું સંતરામ મંદિર છે. અહીંયા પોષી પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જેનું પણ બાળક જન્મ પછી બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો તેનાં માતા-પિતા કે સ્વજન, સંતરામ જ્યોતની બાધા રાખે છે. મારું બાળક બોલતું થશે તો હું સંતરામ મહારાજના સમાધિ સ્થાન એટલે કે સંતરામ મંદિરના પટાગણમાં સવા કિલોથી લઈ પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે અથવા પોતાના બાળકના વજન જેટલા બોર ઉછાળીશ એવી બાધા રાખે છે અને ભક્તો ઉછાળેલા બોરને પ્રસાદ તરીકે સ્વીકારે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: મહાકુંભ યાત્રા માટે ગ્રાફિક્સ ગાઇડ! જવાનું વિચારતા હોય એક વખત નજર કરી લેજો
રાજ્યનાં અનેક શહેરો અને ગામડાં તથા દેશનાં અન્ય રાજ્યોમાંથી અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના બાળક માટે રાખેલી બાધા પૂરી કરવા નડિયાદ સંતરામ મંદિર ખાતે આવે છે. આ દિવસે શ્રદ્ધા અને ભક્તિનું ઘોડાપૂર જોવા મળે છે. બાળક બિલકુલ બોલતું ના હોય, તોતડું બોલતું હોય તો તે સરસ રીતે સ્પષ્ટ રીતે બોલતું થાય એની બાધા પૂરી કરવા માટેનો આ વિશેષ દિવસ છે.આજે ગુજરાત ના બધાજ ખૂણા ના ભક્તો સહીત દેશ વિદેશથી માનતા પુરી કરી ધન્યતા અનુભવી રહ્યા છે સંતરામ મંદિર ખાતે આવતા હજારો લોકો ના જમવા માટે પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે અને પ્રત્યેક ભક્ત ને પ્રસાદ ગ્રહણ કરવા માટે મનાવવા માં આવે છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.