બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Foot Over bridge at Sabarmati river Ahmedabad

વૉક વે બ્રીજ / અમદાવાદ રિવરફ્રન્ટ પર નવું નજરાણું, યોટ રેસ્ટોરન્ટ બાદ હવે આ પ્રોજેક્ટનું કામ પૂર્ણતાના આરે

Last Updated: 01:31 PM, 28 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સાબરમતી નદી પર ફુટ ઓવરબ્રીજની કામગીરી હવે પૂર્ણતાને આરે છે ત્યારે 2022માં આ બ્રીજ લોકો માટે ખુ્લ્લો મુકવામાં આવે તેવું મનાઈ રહ્યું છે

  • અમદાવાદ રિવરફ્રન્ટ પર નવું નજરાણું
  • ફૂટ ઓવરબ્રીજની કામગીરી પૂર્ણતાને આરે 
  • 74 કરોડના ખર્ચે બ્રીજ બનાવામાં આવ્યો 

સાબરમતી નદીને અમદાવાદની ઓળખ ગણવામાં આવે છે. પહેલા નદીને નિહાળવા માટે લોકો 7 બ્રીજ પર ઉભા રહેતા હતા. પરંતુ હવે લોકોની આ સમસ્યા દૂર થઈ ગઈ છે. કેમ કે અમદાવાદ વૉક વે બ્રીજનું કામકાજ હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે આ બ્રીજ ટૂંક સમયમાં જ શહેરના નાગરિકોના માટે ખુલ્લા મુકવામાં આવે તેવું મનાઈ રહ્યું છે.



 

બ્રીજના છેલ્લા સ્ટેજનું ચાલી રહ્યું છે કામ

રિવરફ્રન્ટ ખાતે બનાવાયેલા આ બ્રીજનું મોટા ભાગનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે વૉક વે બ્રીજનું હવે માત્ર છેલ્લા સ્ટેજનું ફિનિશિંગ કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ બ્રીજને 2021 અંત અથવા 2022ની શરૂઆતમાં વૉક વે ખુલ્લો મુકાય તેવું લાગી રહ્યું છે, આ વૉક વે શરૂ થતા સાબરતમતીના એક છેડાથી બીજા છેડા સુધી ચાલીને જઇ શકાશે

શહેરીજનો બ્રીજ પર પીકનીક મનાવી શકશે 

ફુટ બ્રિજ પૂરી રીતે તૈયાર થઈ ગયા પછી શહેરીજનો આસાનીથી સાબરમતી નદીને એક છેડેથી બીજા છેડા સુધી ચાલતા જ જઈ શકશે, સાબરમતી રિવરફ્રન્ટને પૂર્વથી પશ્ચિમ તરફ જોડતો ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરાયો છે જેને કારણે હવે નાગરિકો આ બ્રીજની મજા પણ માણી શકશે, અને બ્રીજ ઉપરથી નદીને વહેતી પણ જોઈ શકશે.  

74 કરોડના ખર્ચે બ્રીજ બનાવામાં આવ્યો 

સાંભળીને તમને નવાઈ લાગશે મનપા દ્વારા બનાવામાં આવેલ આ બ્રીજ પર લોકો વોકિંગની સાથે સાથે સાયકલિંગ પણ કરી શકશે. આપને જણાવી દઈએ કે કુલ 74 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યો છે. હાલ આ બ્રીજની કામગીરી પૂર્ણતાને આરે છે ત્યારે આ બ્રીજને 2021ના અંતમાં કે 2022 શરૂઆતમાં શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવી શકે છે તેવું મનાઈ રહ્યું છે.

 
વૉક વે બ્રીજની લંબાઈ 300 મીટર 

આ બ્રીજને અમદાવાદના જમાલપુર વિસ્તારથી લઈને એલીસબ્રીજ વચ્ચે બનાવામાં આવ્યો છે. બ્રીજની લંબાઈ વીશે વાત કરીએ તો આ બ્રીજને લંબાઈ 300 મીટર જેટલી છે. આ બ્રીજ બન્યા પછી તેની એક ખાસીયત એ રહેશે કે બ્રીજ પર બંને બાજુથી લોકો પ્રવેશ મેળવી શકશે. એટલેકે કોઇને પણ પૂર્વથી પશ્ચિમ કે પશ્ચિમથી પૂર્વ તરફ ફરીને બ્રીજ પર નહી આવવું પડે. 

બ્રીજ બનાવામાં 2700 ટન સ્ટીલ વાપરવામાં આવ્યું 

ઉલ્લેખનીય છે કે આ બ્રીજને સંપૂ્ર્ણપણે સ્ટીલતી બનાવામાં આવ્યો છે. બ્રીજ બનાવામાં કુલ 2700 ટન જેટલું સ્ટીલ વાપરવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ બ્રીજ તૈયાર થશે ત્યારબાદ અમદાવાદીઓ આ ફૂટ ઓવરબ્રીજ પર બેસીને વહેલી સવારે તેમજ સાંજના સમયે સાબરમતી નદીનો આનંદ માણી શકશે 

સંકળાયેલા મુદ્દાઓ

Foot Overbridge Sabarmati river ahmedabad અમદાવાદ ફુટ ઓવરબ્રીજ વૉક વે બ્રીજ સાબરમતી રિવરફ્રન્ટ Photos
Kiran
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ