બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 11:36 AM, 15 May 2019
આજની તારીખમાં કેટલાક લોકો લવ મેરેજ તો કેટલાક લોકો અરેન્જ મેરેજમાં વિશ્વાસ કરે છે. કેટલાક લોકો તો વિચારોમાં જ રહી જાય છે કે કરે તો શું કરે. જ્યારે એમના લગ્નની ઉંમર થાય છે તો એમના મનમાં ઘણા પ્રશ્નો થવા લાગે છે કે લવ મેરેજ કે અરેન્જ મેરેજ. પરંતુ આપણા જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યું છે કે દરેક વ્યક્તિના અંગમાં જ આ રાઝનો જવાબ છુપાયેલો છે. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારા શરીરમાં કયું અંગ છે, જેને જોઇને તમે અંદાજો લગાવી શકો છો કે તમારા લવ કે અરેન્જ મેરેજ થશે. જે લોકોના લગ્ન થયા નથી એ પગની આંગળીઓ જોઇને લગ્ન માટે અંદાજો લગાવી શકે છે, તો ચલો જાણીએ...
ADVERTISEMENT
કહેવામાં આવે છે કે જો પગના અંગૂઠાની બાજુની આંગળી અંગૂઠાની સાઇજથી થોડી પણ નાની હોય તો તમારા અરેન્જ મેરેજ થવાની વધારે શક્યતા છે. જો અંગૂઠાની બાજુ વાળી આંગળી અંગૂઠાના બરાબર હોય તો અરેન્જ મેરેજનો જ યોગ બને છે. એનાથી સ્પષ્ટ છે કે તમારા લગ્ન પરિવારજનોના પસંદથી થશે.
ADVERTISEMENT
જો અંગૂઠાની બાજુની આંગળી અંગૂઠા કરતા મોટી હોયતો પૂરી શક્યતા છે કે તમને તમારી પસંદની દુલ્હન મળશે, જેને તમે પસંદ કરો છો અથવા તો રિલેશનમાં છો. માનવામાં આવે છે કે જેના અંગૂઠાની બાજુની આંગળી મોટી હોય છે તો એ વ્યક્તિના લવ મેરેજ થાય એવી પૂરી શક્યતા છે. કહેવામાં આવે છે કે એવો વ્યક્તિ એ વ્યક્તિને મેળવી જ લે છે, એ જેને પ્રેમ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.