બ્રેકિંગ ન્યુઝ
VTV / foods you must add to your daily diet to purify blood
vtvAdmin
Last Updated: 08:36 PM, 22 June 2019
ત્યારે લોહીમાં જો અશુદ્ધીઓ આવી જાય તો તેને દૂર કરવી સૌથી જરૂરી છે. એ માટે ખાનપાનમાં નેચરલ પ્યૂરીફાયર સામેલ કરવામાં આવે. અહીં એવી વસ્તુ વિશે જાણીશું જે લોહી શુદ્ધ રાખે છે.
ADVERTISEMENT
લેમન જ્યૂસ
ADVERTISEMENT
લેમન જ્યૂસ લોહીને શુદ્ધ કરવાની પ્રાકૃતિક રીત છે. તેમા વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. અને તે શરીરના PH લેવલને મેન્ટેન રાખે છે. લીંબૂનો રલ પાચન ક્રિયાને યોગ્ય ઢંગથી ચલાવવા અને બ્લડમાં રહેલા ટોક્સિનને નીકાળવા માટે હેલ્પ કરે છે. રોજ સવારે ખાલી પેટ લેમન જ્યૂસ શરીરની ગંદકી દૂર કરે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબૂ નિચોવીને બ્રેકફાસ્ટ પહેલા પીવો ફાયદાકારક છે.
એપ્પલ સાઇડર વિનેગર અને બેકિંગ સોડા
આ મિક્સચર શરીરમાં યૂરીક એસિડને બહાર કરે છે અને લોહીને શુદ્ધ કરે છે. Ph લેવલને મેન્ટેન કરવા અને બોડી ટીશ્યૂને ક્લિયર કરવામાં અકસીર છે. બે ચમસી એપ્પલ સાઇડર વિનેગર અને અડધી ચમચી બેકિંગ સોડાને એક ખાલી ગ્લાસમાં મિલાવો અને કેટલાક સમય માટે છોડી દો. જ્યારે બબલ ઓછા થઇ જાય તરત તેને પી જવો. અહીં એ વાતનું ધ્યાન રાખવું કે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો ડોક્ટરને પૂછીને જ તેનું સેવન કરવું જોઇએ.
તુલસીના પાન
તુલસીના પાન જો આપ આપના ભોજનમાં સામેલ કરશો તો તેનો ખુબ જ ફાયદો મળશે. તેમા હાજર એન્ટી બેક્ટીરિયલ અને એન્ટી ફ્લેમેટ્રી તત્વ કિડની અને લીવરને શુદ્ધ રાખે છે. તે પાચન શક્તિ અને નર્વસ સિસ્ટમને યોગ્ય રાખવામાં મદદગાર છે.
હળદર
તેના એન્ટી બેક્ટિરીયલ ગુણને કારણે તે ખુબ જ ફાયદાકારક છે. તે શરીરમાં રેડ બ્લડ સેલ્સ વધારવાનું કામ કરે છે. આયુર્વેદિક રૂપમાં તેનો ઉપયોગ ઘણા સમયથી કરવામાં આવે છે. ગરમ દૂધમાં અડધી ચમચી હડદરને મિલાવી પીવાથી હૃદય સંબંધિત બીમારીઓમાં રાહત મળે છે.
પાણી
લોહીને શુદ્ધ કરવા માટે પાણી સૌથી જરૂરી ગણવામાં આવે છે. રોજ દિવસભરમાં બેથી ત્રણ લીટર પાણી શરીરની અશુદ્ધિઓને સરળતાથી દૂર કરી શકે છે. તે શરીરના ઓર્ગનને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. તથા વિટામીન અને મિનરલ્સનો ફ્લો બનાવી રાખે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.