બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / આરોગ્ય / foods to avoid in afternoon and evening do not eat things even by mistake

Health Tips / બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, હેલ્થ પર થાય છે ભયાનક અસર

Arohi

Last Updated: 07:03 PM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈ પણ ભોજન કોઈ પણ સમયે ખાઈ લેવું સ્વાસ્થ્ય માટે સારૂ નથી હોતુ. એક્સપર્ટ્સ અનુસાર દરેક ખાવાની વસ્તુનો એક નિર્ધારિત સમય હોય છે. જે ફોલો કરવાથી તમે પોતાના શરીરને હેલ્ધી અને એર્જેટિક રાખી શકો છો.

  • ભોજન વખતે ન કરો આ ભૂલો 
  • થઈ શકે છે મોટી મુશ્કેલીઓ 
  • બપોરે 2થી 6માં ન ખાઓ આ વસ્તુઓ

ભોજનના સમયને લઈને મોટાભાગના લોકો ગેરજવાબદાર હોય છે. આમ કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું બપોરે અને સાંજના ભોજન વિશે એટલે કે બપોરે 2 વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. 

ફાસ્ટ ફૂડ પર નિર્ભર રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક 
મોટાભાગે આપણે જોયુ છે કે બપોરથી સાંજની વચ્ચે મોટાભાગના લોકો ફાસ્ટ ફૂડ પર નિર્ભર રહેતા હોય છે. જે લોકો ઘરેથી ટિફિન લઈને નથી આવતા તે ફાસ્ટ ફૂડ ખાય છે. આમ કરવું સ્વાસ્થ્ય માટે સારૂ નથી. બપોરથી સાંજની વચ્ચે પિત્ઝા, બર્ગર, પાસ્તા, સેન્ડવિચ જેવી વસ્તુઓને ખાવાના મેન્યુથી દૂર રાખવા જોઈએ. એક્સપર્ટ્સ અનુસાર બપોરે અને સાંજની વચ્ચે ખાવામાં ફાસ્ટ ફૂડને બિલકુલ પણ ન ખાવું જોઈએ. 

શરીરને નથી મળતી જરૂરી એનર્જી 
તેનું સૌથી મોટુ કારણ એ છે કે ફૂડ ભૂખ તો શાંત કરે છે પરંતુ શરીરને જેટલી એનર્જીની જરૂર હોય છે તે નથી મળી શકતી. આ ફૂડ આઈટમ્સથી શરીરમાં આળસ અને થાક ભરાઈ જાય છે. સાથે જ અમુક એવા પણ ફાસ્ટ ફૂડ હોય છે જે ભૂખ નથી શાંત કરી શકતા. જેના કારણે આપણને વારંવાર ખાવું પડે છે. જેના કારણે તમારા કામ પર  તો પ્રભાવ પડે જ છે સાથે જ વજનની સમસ્યા પણ ઉભી થાય છે. બપોરથી સાંજની વચ્ચે જે વસ્તુઓને ન ખાવી જોઈએ તેની લિસ્ટ પર નજર કરીએ તો....

વેજિટેબલ સૂપ 
અમુક લોકો વેજીટેબલ સૂપ પીને પણ કામ ચલાવી લે છે. આમ ન કરવું જોઈએ. વેજીટેબલ સૂપમાં કેલેરી ખૂબ ઓછી હોય છે. તેમાં પોષક તત્વો તો ખૂબ હોય છે પરંતુ તેમાં પ્રોટીન બિલકુલ નથી હોતુ. તેના સેવનથી તમે ભૂખને વધારે સમય સુધી ન રોકી શકો. અહીં જાણવું જરૂરી છે કે પ્રોટીન ભૂખને ઓછુ કરવામાં અસરદાર હોય છે. 

માટે આપણે બપોરના ભોજનમાં પ્રોટીન યુક્ત ફૂડ જરૂર ખાવું જોઈએ. જો તમે બપોરના સમયે સૂપ લઈ રહ્યા છો તો ચિકન સૂપનું સેવન કરો. ચિકન સુપમાં લીન પ્રોટીન હોય છે. ચિકન સૂપની સાથે તમારે ઓટ્સ, ચોખા, સફરજન અથવા રોટલી જરૂર લેવી જોઈએ. ત્યાં જ સાંજે 6 વાગ્યા સુધી જો તમે તેનું સેવન કરો છો તો તમારૂ ડિનર ટાઈમ ગડબડ થઈ શકે છે. 

ફાસ્ટ ફૂડ 
બપોરે અને સાંજના સમયે ફાસ્ટ ફૂડ ખાવું ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. ફાસ્ટ ફૂડ તમારી ભૂખને ખતમ કરી દેશે પરંતુ તેનાથી આળસ અને થાકનો ડર ખૂબ વધી જાય છે. ફાસ્ટ ફૂડ ખાધા બાજ તમારે જો પોતાનું કામ ફરીથી શરૂ કરવું છે તો આ તામારા માટે હેવી થઈ શકે છે. ત્યાં જ સાંજના સમયે ઉંઘ આવવી સ્વાસ્થ્ય માટે ઠીક માનવામાં આવે છે. 

પાસ્તા 
એક્સપર્ટ્સ જણાવે છે કે પાસ્તા, રિફાઈંડ કાર્બ હોય છે. તેને સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી માનવામાં આવતા. તેના સેવનથી ઉંઘ આવવા લાગે છે. એક્સપર્ટનું માનવું છે કે બપોર અને સાંજના ભોજનમાં પાસ્તા ક્યારેય ન ખાવા જોઈએ. કારણ કે તેને ખાવાતી તમને ઉંઘ આવવા લાગશે અને તમારૂ કામ પણ પ્રભાવિત થશે. 

ગ્રીન જ્યૂસ 
મોટાભાગના હેલ્થ એક્સપર્ટ કહે છે કે બપોર અને સાંજના સમયે ગ્રીન જ્યુસનું સેવન જરૂર કરવું જોઈએ. પરંતુ હેલ્થ એક્સપર્ટ એમ પણ કહે છે કે બપોરના ભોજનમાં ફક્ત ગ્રીન જ્યુસ લેવું જ યોગ્ય નથી. ગ્રીન જ્યુસ સ્વાસ્થ્ય માટે સારો હોય છે.

પરંતુ તેની સાથે આપણે ફાઈબર, પ્રોટીન, કાર્બ અને ફેટ યુક્ત ભોજન પણ જરૂર ખાવું જોઈએ. ત્યાં જ જો તમેં સાંજના સમયે તેનું સેવન કરો છો તો તમને શરદી થઈ શકે છે કારણ કે તેની તાસીર ઠંડી હોય છે. 

ફ્રાઈડ ફૂડ 
ફ્રાઈડ ફૂડ ક્યારેય સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી માનવામાં આવતું. જો ફ્રાઈડ ફૂડ બહારનું ખાવ છો તો બની શકે કે તે ખરાબ તેલમાં બન્યું હોય જેનાથી શરીરમાં ફેટ વધવાનો ડર વધી જાય છે. સાથે જ ફ્રાઈડ ફૂડમાં કેલેરી પણ વધારે માત્રામાં હોય છે. તેનાથી ભોજનથી ઉંઘ પણ ખૂબ જલ્દી આવે છે જે બપોર અને સાંજના સમયે ઠીક નથી. ફ્રાઈડ ફૂડ ખાઈને તમે આરામથી કામ નહીં કરી શકો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ