બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / foods that are just as damaging as sugar for diabetics

તમારા કામનું / આજથી જ ફૂડ્સને કરો 'દૂરથી સલામ', ડાયાબિટીસના દર્દીઓ માટે સુગર જેટલું જ કરે છે નુકસાન

Arohi

Last Updated: 01:12 PM, 7 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસની બિમારીને સામાન્ય રીતે લોકો ખાંડ સાથે જોડે છે. આ બીમારીથી પીડિત રોગીઓને મોટાભાગે ગળી વસ્તુઓ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. જોકે ખાંડની જેમ જ ઘણા એવા ફૂડ્સ છે જે બ્લડ શુગર લેવલને વધારે છે. ડાયાબિટીસના રોગીઓ અને જેમને આ બીમારી છે તેમણે આ ફૂડ્સનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ.

  • ખાંડ સાથે જોડવામાં આવે છે ડાયાબિટીસની બીમારી 
  • લોકોને મીઠાઈ અને ગળી વસ્તુઓ ન ખાવાની આપવામાં આવે છે સલાહ 
  • પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ આ વસ્તુઓનું પણ ન કરવું જોઈએ સેવન 

ડાયાબિટીસની વાત આવે તો સૌથી પહેલો ખ્યાલ આવે છે કે તેનાથી બચવા માટે ખાંડથી દૂર રહેવું જોઈએ. તેનો ઉલ્લે થતા જ લોકો પોતાના શુગર ઈનટેક વિશે વિચારવા લાગે છે. સામાન્ય રીતે લોકો શુગર માટે ખાંડને જવાબદાર માને છે. 

ખાંડ ઉપરાંત ઘણા ફૂડ્સ વધારે છે શુગર લેવલ 
હકીકતે ફક્ત ખાંડ જ નહીં પરંતુ એવા ઘણા ખોરાક છે જે શરીરમાં રક્ત શર્કરાના સ્તરને પ્રોત્સાહન આપે છે અને આ ખાંડની જેમ જ તમારા હેલ્થના દુશ્મન છે. જો તમે ડાયાબિટીસથી પીડિત છો તો તમને આ દુશ્મનોની ઓળખ કરી અને તેના વિરૂદ્ધ ઘેરાબંધી કરવાની જરૂર છે. 

અમે તમને આ ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સામાન્ય લોકોને ડાયાબિટીસનો શિકાર બનાવે છે અને પહેલાથી આ બીમારીઓ સામે ઝઝૂમતા લોકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે અને તેમને મોતના મુખ સુધી પહોંચાડી શકે છે. 

પેક્ડ્ સ્નેક્સ 
પેક્ડ સ્નેક્સ લોહીમાં શુગરનું પ્રમાણ વધારવા માટે જવાબદાર હોય છે. ચિપ્સ, વેફર્સ, કુકીઝ જેવા સ્નેક્સમાં ન ફક્ત ખૂબ વધારે પ્રમાણમાં મીઠુ હોય છે પરંતુ તે મેદાથી બનતા હોય છે અને શરીરમાં રક્ત શર્કરાના સ્તરને ઝડપથી વધારે છે. આ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ખતરનાક છે. લાંબા સમય સુધી તેનું સેવન દર્દીઓને ખૂબ વધારે નુકસાન પહોંચાડી શકે છે. 

જો તમને સ્નેક્સ ખાવાની ઈચ્છા થઈ કહી છે તો પહેલા તેમના પેકેટમાં આપવામાં આવેલી કાર્બોહાઈડ્રેટની માત્રાને જરૂર વાંચો અને આવા સ્નેકને પસંદ કરો જેમાં કાર્બ્સ હોય. ડાયાબિટીસના દર્દી આઈલી સ્નેક્સની જગ્યા એક મુઠ્ઠી બરી નટ્સનું સેવન કરે તો તેમનું બ્લડ શુગર પણ કાબુમાં રહે છે અને તેમને ઘણા પ્રકારના પોષક તત્વો પણ મળે છે. 

આલ્કોહોલિક ડ્રિંક્સ 
આલ્કોહોલિક ડ્રિંક્સ ખાંડ અને કાર્બ્સથી ભરપૂર હોય છે. આજ કારણ છે કે ડાયાબિટીસથી પીડિત લોકોને બીયર અને વાઈનનું સેવન ઓછુ કરવાની સલાહ આપવામાં આવે છે. ડાયાબિટીસની દવા લઈ રહેલા દર્દીઓને ડોક્ટર ખાસ રીતે હેવી ડ્રિંકિંગ ન કરવાની સલાહ આપે છે કારણ કે તેનાથી હાઈપોગ્લાઈસીમિયાની સ્થિતિ બની શકે છે. લાંબા સમય સુધી હાઈપોગ્લાઈસીમિયાની મુશ્કેલીઓ ખતમ થઈ શકે છે અને તેમાં વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. 

ફળોનો જ્યૂસ 
તમને જાણીને નવાઈ લાગશે કે ફળોનો જ્યૂસ પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ વધારે હાનિકારક છે. સુકા મેવાની જેમ ફળોના જ્યૂસમાં પણ ખૂબ જ વધારે પ્રમાણમાં શુગર હોય છે જે બ્લડ શુગરને ઝડપથી વધારે છે. આ વિટામિન અને ખનિજોથી ભરેલા હોય છે પરંતુ તેમાં મળી આવતા શુગરના કારણે ડાયાબિટીસના રોગીઓને સાવધાનીથી જ્યૂસનું સેવન કરવું જોઈએ. 

ડ્રાય ફ્રૂટ 
ફળોમાં પહેલા ઘણી માત્રામાં ખાડ મળી આવે છે જ્યારે તેમના ડ્રાઈ ફોર્મમાં વધારે ખાંડ હોય છે. તેમાં કાર્બ્સ પણ વધારે મળી આવે છે. ઉદાહરણ તરીકે એક કપ દ્રાક્ષમાં 27 ગ્રામ કાર્બ્સ હોય છે. ત્યાં જ એક કપ સૂકી દ્રાક્ષમાં 115 ગ્રામ કાર્બ્સ મળી આવે છે. સૂકી દ્વાક્ષનું કાર્બોગાઈડ્રેટ લેવલ દ્રાક્ષથી ત્રણ ઘણુ વધારે હોય છે. જેનુ સેવન ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર લેવલ ખૂબ વધારે વધી શકે છે. એવામાં ડાયાબિટીસના દર્દીઓને ધ્યાન રાખવું જોઈએ કે તે હંમેશા ઓછા શુગર વાળા ડ્રાય ફ્રૂટનું સેવન કરે. બદામ, માલબેરી અને મગફળી સહિત ઘણા ડ્રાયફ્રૂટમાં ઓછી શુગર મળી આવે છે અને તે ઘણા પોષકતત્વોથી ભરપુર હોય છે. 

ફ્રાઈડ ફૂડ્સ 
તળેલા ખાદ્ય પદાર્થ કેલેરીથી ભરેલા હોય છે જે બ્લડ શુગરના સ્તરને વધારી શકે છે. આ ખાદ્ય પદાર્થ પહેલા તો લોહીમાં ગ્લૂકોસનું લેવલ વધારે છે કારણ કે તેમાં મળી આવતા ફેટ્સને પચાવવામા સમય લાગે છે તેમાં આ લાંબા સમય સુધી બ્લડ શુગરને વધારી રાખે છે. ફક્ત વસા જ આ હાનિકારક ટ્રાન્સ ફેટથી ભરપૂર હોય છે જે ઘણી અન્ય બીમારીઓનું પણ જોખમ વધારે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Foods Sugar diabetics health tips ડાયાબિટીસ હેલ્થ ટિપ્સ diabetics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ