બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / food tips leftover rice side effects for health basi chawal khane ke nuksan
Manisha Jogi
Last Updated: 04:16 PM, 11 December 2023
ADVERTISEMENT
શું તમે બપોરના વધેલા ભાત રાત્રે ખાઓ છો? તો સાવધાન જઈ જજો, તેના કારણે અનેક બિમારીઓ થઈ શકે છે અને હાર્ટ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ કારણોસર ઠંડા ભાત ના ખાવા જોઈએ, નહીંતર શરીરને નુકસાન થઈ શકે છે.
વાસી ભાતના નુકસાન
વાસી ભાતમાં બેક્ટેરિયા વધી જવાને કારણે પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. પેટમાં ઈન્ફેક્શન થઈ શકે છે, ઉપરાંત પેટમાં દુખાવો, ડાયેરિયા તથા ઉલ્ટી જેવી પરેશાની થઈ શકે છે. હ્રદયરોગ થવાનું જોખમ રહે છે તથા ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. કાચા ચોખામાં સ્પોર્સ હોય છે, ચોખા પકવતા સમયે પણ સ્પોર્સ હોય છે, જેના કારણે શરીરને નુકસાન થઈ શકે છે. ભાત કલાકો સુધી રૂમ ટેમ્પરેચર પર રાખવામાં આવે તો તે સ્પોર્સ બેક્ટેરિયામાં ફેરવાઈ જાય છે, જેના કારણે બિમારી થઈ શકે છે.
હ્રદયરોગનું જોખમ
ભાત રાખી મુકવાને કારણે તે કંટેમિનેટ થઈ જાય છે, જેને ફ્રાઈડ રાઈસ સિંડ્રોમ કહેવામાં આવે છે. જેના કારણે પેટ સહિત અનેક પ્રકારની બિમારીઓ થઈ શકે છે. વાસી ભાતને કારણે હ્રદયની બિમારી પણ થઈ શકે છે. રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, જ્યાં ચોખાની ખેતી કરવામાં આવે છે, ત્યાંની માટીમાં આર્સેનિક વધુ હોય છે. ચોખાની ખેતી માટે પાણીની વધુ જરૂર રહે છે. આ પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી રહેવાને કારણે આર્સેનિકની માત્રા વધી જાય છે. આર્સિનેક અન્ય ટોક્સિન્સ સાથે મળવાથી હ્રદયરોગની બિમારીઓ થાય છે. ઠંડા ભાત ખાવાને કારણે આ સમસ્યા વધી જાય છે.
ADVERTISEMENT
ભાત ગરમ કરવામાં આવે તો?
ભારત ગરમ કરવામાં આવે તો તેનાથી નુકસાન થતું નથી. કોઈપણ પ્રકારના સ્ટાર્ચી ફૂડમાં ટોક્સિન્સ પ્રોડ્યૂસ થાય છે, જે હીટ રેસિસ્ટેંટ માનવામાં આવે છે. વાસી ભારત ગરમ કરવાથી તેમાં રહેલ બેક્ટેરિયા દૂર થતા નથી.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT