Food poisoning happened to 1225 people in Mehsana at 1 am
BIG NEWS /
મહેસાણામાં રાતે 1 વાગે 1225 લોકોને થયું ફૂડ પોઈઝનિંગ, 200 સિવિલમાં દાખલ, કોંગ્રેસ નેતાને આંગણે હતો પ્રસંગ
Team VTV08:19 AM, 05 Mar 22
| Updated: 09:01 AM, 05 Mar 22
મહેસાણાના સવાલા ગામમાં એક મુસ્લિમ પરિવારમાં લગ્નપ્રસંગ નિમિત્તે યોજાયેલા લગ્નના જમણવાર બાદ 1225થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની ઘટના સામે આવી છે.
મહેસાણાના સવાલા ગામે ફૂડ પોઈઝનિંગ
લગ્નના જમણવારમાં ફૂડ પોઇઝનિંગ
1225થી વધુ લોકોને રાત્રે ફૂડ પોઈઝનિંગની અસર થઈ
200 લોકોને મહેસાણા સિવિલ માં ખસેડાયા
મહેસાણાના સવાલા ગામમાં મુસ્લિમ પરિવારમાં લગ્નપ્રસંગ નિમિત્તે લગ્ન સ્થળની નજીકમાં શુક્રવારે યોજાયેલા જમણવાર બાદ મોડી રાત્રે 1225થી વધુ લોકોને રાત્રે 1 વાગ્યા બાદ ઝાડા-ઉલ્ટી થવા લાગતાં તેઓની તબીયત લથડી હતી.જેમાંથી 200 લોકોને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં.
મહેસાણાના સવાલા ગામે ફૂડ પોઈઝનિંગ
મહેસાણાના સવાલા ગામે કોંગ્રેસના નેતા વઝીરખાન પઠાણને ત્યાં એક લગ્નપ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. લગ્નપ્રસંગ બાદ 1200થી વધુ લોકો માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રંસગમાં પધારેલા મહેમાનોએ મીજબાની આરોગી હતી. જો કે, ભોજનના કર્યા બાદ મોડી રાત્રે 1 વાગ્યા બાદ એક પછી એક 1225 થી વધુ લોકોને ઝાડ-ઉલ્ટી સાથે પેટમાં દુખાવો ઉપડતાં તબીયત લથડી હતી.
200 લોકોને મહેસાણા સિવિલ માં ખસેડાયા
લગ્ન પ્રસંગેમાં ભોજન કર્યા બાદ એક પછી એક 1225 થી વધુ મહેમાનોને ફૂડ પોઈઝનિંગની અસર જાણાતાં આસ-પાસના યુવાનો દ્વારા 200 મહેમાનોને મહેસાણા સીવીલ હોસ્પિટલમાં જ્યારે બાકીના મહેમાનો વિસનગર સહિત આસ-પાસની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ડોકટર તેમજ નર્સ સ્ટાફ દ્વારા દર્દીઓને એન્ટીબાયોટીક દવા સાથે સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ હોસ્પિટલના જનરલ મહિલા તેમજ પુરુષ વોર્ડમાં દર્દીઓને મોકલવામાં આવ્યા હતાં.
ભોજનમાં કઇ વસ્તુથી તબીયત બગડી તે તપાસ બાદ જાણી શકાશે
આ દરમિયાન આરોગ્યતંત્રની ટીમ પણ દોડી આવી હતી અને ફુડ સેફટી ઓફીસર મારફતે પ્રસંગ સ્થળેથી ભોજનના સેમ્પલ મેળવવા સુચના આપવામાં આવી હતી. જોકે ભોજનમાં કઇ વસ્તુથી તબીયત બગડી તે તપાસ બાદ જાણી શકાશે તેમ આરોગ્યતંત્રે જણાવ્યું હતું.